Surat Mass Suicide Case Update: સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા સોલંકી પરિવારના સાત લોકોના સામુહિક આપઘાત મામલે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. સુરત DCP રાકેશ બારોટે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું છે કે, એક જ પરિવાર ના 7 સભ્યોએ આપઘાત કર્યો હતો. તે સમયે સ્યુસાઇડ નોટ મળેલી. તેમાં આરોપી ના નામ ન હતા, પરંતુ ઘરમાંથી(Surat Mass Suicide Case Update) રેકોર્ડ મળ્યા હતા. જેમાં ઇન્દ્રપાલ શર્માના 20 લાખ ના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા.
આરોપી મનીષભાઈને દિવાળી પહેલા 20 લાખ રૂપિયા આપવા માટે પ્રેસર કરી રહ્યો હતો.ફર્નિચરના બિલ હતા, મનીષ સોલંકીએ 1 કરોડની લોન માટે પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ લોન રદ કરવામાં આવી હતી. આ સામુહિક આપઘાત પાછળનો મુખ્ય આરોપી મનીષભાઈનો ભાગીદાર ઈન્દ્રપાલ છે.ભાગીદાર દ્વારા મનીષ સોલંકીને સામી દિવાળી એ ધંધાના લાખો રૂપિયા બીલો ભરવા દબાણ કરવામાં આવતું હતું,તપાસ દરમિયાન મનીષ સોલંકી ના ઘરેથી વધુ એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં ભાગીદાર ઇન્દ્રપાલ શર્માનું નામ લખેલું છે.ઇન્દ્રપાલ ફર્નિચર ન કામમાં મનીષ સોલંકીનો ભાગીદાર હતો.
નોંધનીય છે કે, સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વર કોમ્પ્લેક્સના સી-ટુ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ પ્લસના ભાગે આવેલ ફ્લેટમાં રહેતા મનીષ કનુભાઈ સોલંકી વ્યવસાય પ્લાયવુડમાંથી ફર્નિચર બનાવવાના ધંધા સાથે જોડાયા હતા. મનીષભાઈ પોતાની પત્ની, ત્રણ સંતાનો અને માતા-પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. પરિવારના તમામ સભ્યો ઘરમાંથી મૃત હાલતમાં મળી આવતા બિલ્ડીંગના લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. મનીષભાઈ ના ઘરે મળેલી સુસાઈડ નોટમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે જીવતા જીવ મેં કોઈને હેરાન કર્યો નથી અને મર્યા પછી પણ હું કોઈને હેરાન કરવા માંગતો નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube