સુરતમાં બૂટલેગરે દેશી દારૂની ખેપ મારવા એવો કીમિયો અપનાવ્યો કે… જોઇને પોલીસ પણ ગોટે ચડી

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો જાણે માત્ર કાગળ ઉપર જોવા મળી રહે છે. આ દરમિયાન સુરત શહેરમાં તો દારૂની રેલમછેલ થતાં અનેક દૃશ્યો સામે આવી ચૂક્યા છે. સુરત ખટોદરા વિસ્તારમાંથી રણજીત નામનો યુવક પોતાની મોપેડ પર દેશી દારૂ લઈ જતો હોવાનું જાગૃત નાગરિકે જોયું હતું. જેથી તેને રસ્તા ઉપર ઉભો રાખી ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. તે મોપેડ ઉપર દારૂના ચાર કોથળા રાખીને ખેપ મારતો હતો જે ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે.

મળતી માહિતી મુજબ, મોપેડ પર દારૂ લઇ જતાં બૂટલેગરને ખટોદરા પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. યુવકને પૂછતાં તેણે પોતાનું નામ રણજીત જણાવ્યું હતું. દારૂ ક્યાંથી લાવ્યો છે એવું પૂછતાં તેણે કબુલાત કરી હતી કે, તે આ દારૂ આભવા ગામથી લાવ્યો હતો. જેનો અર્થ સ્પષ્ટ થાય છે કે, આભવા ગામમાં દેશી દારૂ ખૂબ મોટા પ્રમાણમાં મળી રહ્યો છે. ત્યારે મહત્વની બાબત એ છે કે, પોલીસને કેમ આ બાબતની જાણ નથી.

સુરત શહેરમાં દારૂનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે એ વાત સૌ જાણે જ છે. રણજીત જેવા અનેક ઈસમો પોતાના મોપેડ પર જ દેશી દારૂની ખેપ મારતા હોવાની માહિતી પોલીસને પણ હોય છે. પરંતુ, બૂટલેગર સાથેની મિલીભગતના કારણે તેમના દ્વારા સખ્તાઇપૂર્વકની કામગીરી કરવામાં આવતી નથી.\

આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી કોરોના ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરતા અન્ય બૂટલેગરોએ પોતાના લગ્ન પ્રસંગો પણ ઉજવ્યા છે. એટલું જ નહીં પોતાના જન્મદિવસની પણ જાહેર સ્થળો ઉપર મોટા પ્રમાણમાં લોકોને એકત્રિત કરીને ઉજવણી પણ કરવામાં આવે છે. જો દારૂબંધી છે તો આ બૂટલેગર આવે છે ક્યાંથી? આ દરમિયાન જો આ જાગૃત નાગરિકે પોતાની ફરજ સમજીને આ યુવકને દારૂની ખેપ મારતા રસ્તા ઉપર રોક્યો ન હોત તો આ પ્રકારની ઘટના હજુ સામે આવી ન હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *