આખું વિશ્વ ડિજિટલ થઈ ગયુ છે. પુસ્તકો પણ ફેશન થઈ ગયાં હોય એવું લાગી રહ્યું છે. ક્યારેક ક્યારેક નવરાશનાં સમયે દુનિયા પુસ્તકને હાથમાં ઉઠાવી પણ લે છે, પરંતુ દિલથી પુસ્તકો વાંચવા તેમજ પુસ્તકોની સાથે જીવન જીવનાર લોકો ઘણાં ઓછા હોય છે.
તે છે પણ દેખાતા જ નથી, કારણ કે આપણી આંખો માત્ર ડિઝિટલ વર્લ્ડમાં જ ઘુસેલી રહે છે. એક છોકરાએ ટ્વિટર પર જણાવતાં કહ્યું હતું, કે તે પુસ્તકોની સાથે જીવે છે. એટલે કે તે લાઇબ્રેરીમાં જ રહે છે. છોકરાએ જે તસવીર શેર કરી હતી તેને જોઇને છોકરીઓ પણ તેને ઑનલાઇન જ લગ્નનું પ્રપોઝ કરવાં લાગી હતી.
For those who didn’t know……I live in a library pic.twitter.com/FNtkFYOI5v
— shoumik (@shoumik__) August 7, 2020
શૌમિક નામનાં ટ્વિટર યૂઝરે આ ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું છે, કે તેમનાં માટે જેઓ નથી જાણતા કે હું લાઈબ્રેરીમાં જ રહું છું. આની સાથે જ તેણે કુલ 3 તસવીરો પણ શેર કરી છે. તેણે અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું, કે આ તો માત્ર 70-75% પુસ્તકો જ છે. તેની પાસે તો કુલ 8,000 પુસ્તકો છે.
એક છોકરીએ લખ્યું હતું, કે ચાલો લગ્ન કરી લઇએ. ત્યારપછી સંપૂર્ણ દિવસ માત્ર વાંચીશું તથા નૉવેલ પણ લખીશું. મને ફિક્શન નૉવેલ ખુબ જ પસંદ છે. OMG, આપણે ઘણાં લેખકોની જન્મભૂમિ પર પણ જઈ શકીએ છીએ. મને પુસ્તકોથી ખુબ જ પ્રેમ છે.
For those who didn’t know……I live in a library pic.twitter.com/FNtkFYOI5v
— shoumik (@shoumik__) August 7, 2020
For those who didn’t know……I live in a library pic.twitter.com/FNtkFYOI5v
— shoumik (@shoumik__) August 7, 2020
For those who didn’t know……I live in a library pic.twitter.com/FNtkFYOI5v
— shoumik (@shoumik__) August 7, 2020
માત્ર એક નહીં પરંતુ ઘણી છોકરીઓએ આ છોકરાને લગ્નની માટે પ્રપોઝ કર્યું છે. પુસ્તકોથી સજેલું એનું ઘર એક જુદી જ ફીલિંગ આપે છે. તમે શું વિચારો છો? આવું જ તમારા ઘરમાં પણ કરી શકાય છે તથા આટલું ન કરી શકાય તો થોડા સારા પુસ્તકો તો ઘરમાં રાખી જ શકાય ને ! ડિઝિટલ જમાનામાં પુસ્તક હાથમાં લેવું, વાંચવું, પુરુ કરવું તેમજ ફરી કોઈ નવું પુસ્તક હાથમાં લેવું એ ન થઈ શકે એવું મુશ્કેલ કામ તો નથી જ ને!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews