3 મહિલાઓએ ચાર મહિનામાં કર્યા 9 વાર લગ્ન, પોલીસે પકડી તો એક ને જોઇને ચાર યુવક બોલ્યા આ મારી પત્ની છે

ભોપાલમાં ક્રાઇમ બ્રાંચની ટીમે એક કેસ ઉકેલ્યો હતો જે ખૂબ જ આઘાતજનક છે, કારણ કે આ કેસમાં 3 મહિલાઓ શામેલ છે. જેમણે 4 મહિનામાં ઓછામાં ઓછા 9 લગ્ન કર્યા છે. તે એક ગેંગ બનાવીને હેઠળ કામ કરતી હતી. જેનો ખુલાસો ભોપાલની ક્રાઈમ બ્રાંચે કર્યો છે. આ ગેંગ પુરુષોને લગ્નના નામે પૈસા પડાવી લેતી હતી. લોકડાઉનના ચાર મહિનામાં આ 3 નમહિલાએ 9 લગ્નો કર્યા હોવાનું બહાર આવતાં પોલીસ ચોંકી ગઈ હતી.

હકીકતમાં, ક્રાઈમ બ્રાંચની ટીમને લગ્નના થોડા દિવસોમાં લગ્ન બાદ મહિલા ઘરમાંથી ગુમ થયાની અનેક ફરિયાદો મળી હતી. પરિવારના સભ્યો તેમનો સંપર્ક કરવામાં અસફળ રહ્યા હતા. તે જ સમયે, ભોપાલ ક્રાઇમ બ્રાંચે આવા 4 કેસ નોંધ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે કેસની તપાસ શરૂ કરી હતી. ત્યારે ગત શુક્રવારે મોડી સાંજે આ ગેંગ સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે આ સમગ્ર મામલે અનેક ઘટસ્ફોટ થયા છે.

તે જ સમયે, ધરપકડ કરાયેલા લોકોમાં 3 મહિલાઓ પણ છે, જેઓ લગ્ન કરતી હતી. પૂછપરછ દરમિયાન તે ત્રણેય 4 મહિનામાં 9 લગ્ન કરી લીધા હોવાનું બહાર આવ્યું છે. તે 10 દિવસથી વધુ સમય સુધી કોઈના ઘરે રોકાઈ નહોતી. પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ ગેંગમાં ઘણા લોકો સામેલ છે. પોલીસે હાલમાં જ 8 ની ધરપકડ કરી છે. બાકીની શોધખોળ કરવામાં આવી રહી છે. તે જ સમયે, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ, તેમને શનિવારે જેલમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, ગેંગનો લીડર એક સિક્યુરિટી ગાર્ડ છે, જેની નોકરી લોકડાઉન દરમિયાન છૂટી ગઈ હતી. ત્યારબાદ તે એક મહિલાના સંપર્કમાં આવ્યો અને વરરાજાને મળી અને તેણે લગ્ન કરી લીધા. 4 મહિનાની અંદર, સિક્યુરિટી ગાર્ડ અને તેના ગેન્ગના માણસો દ્વારા 9 પુરૂષો મળ્યાં અને તેમના લગ્ન કર્યાં. પહેલો કિસ્સો કલાપીપાલના રહેવાસી કમતા પ્રસાદનો હતો. તે જ સમયે, બીજો કિસ્સો સોહાગપુરના જગદીશ મીનાનો છે અને હજી ઘણા વધુ હશે કે નહી તેની શોધ કરવામાં આવી રહી છે.

પોલીસને જણાવી દઈએ કે ગેંગના લીડર દિનેશ પાંડે, તેજુલાલ, વીરેન્દ્રસિંહ ધકડ, સલમાન ખાન, વિક્રમ, પૂજા ઉર્ફે રિયા, સીમા પાટીદાર ઉર્ફે સીમા તિવારી ઉર્ફી શીબા ખાન અને રીના ઉર્ફે સુલતાના છે. કોર્ટે તમામ આરોપીઓને જેલમાં મોકલી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *