Raid at the Embassy Hotel: ફરી એકવાર સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું(Raid at the Embassy Hotel) પકડાયું છે. પોલીસે વેસુની એક હોટલમાં સ્પાની આડમાં વિદેશી લલનાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 7 વિદેશી યુવતીઓ સહિત કુલ 14 લોકોની અટકાયત કરી છે. સ્પા સંચાલક ચંચલ રાજપૂત ફરાર હોઈ તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
દેહ વ્યાપારનો કરવામાં આવ્યો પર્દાફાશ
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જુદી જુદી હોટલમાં અને શોપિંગ સેન્ટરમાં સ્પાના અનેક સેન્ટરો ચાલી રહ્યા છે. આ સ્પા સેન્ટરોમાં થાઇલેન્ડ, મલેશિયા, હોંગકોગ, નેપાળ સહિતની જુદી જુદી યુવતીઓ પાસે સ્પાનું કામ કરાવવામાં આવે છે. જોકે, આમાં અનેક જગ્યાએ સ્પાના બહાના હેઠળ વિદેશી યુવતીઓ પાસે ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો કરાવાય છે. ત્યારે આવો જ એક દેહ વ્યાપારનો ચાલી રહેલા ધંધા પર ઝોન 4ના ડીસીપીની ટીમ દ્વારા રેડ કરી હાઈફાઈ કુટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે.
કુલ 14 લોકોની કરી ધરપકડ
પોલીસે થાઈલેન્ડનું નાગરિકત્વ ધરાવતી 7 યુવતીઓ ઉપરાંત 7 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. સ્પા સંચાલક ચંચલ રાજપુત હોવાની વિગતો બહાર આવી હતી. રેઈડ થયા બાદથી તે ફરાર હોય તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પકડાયેલા 14 જણાને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. જયાં તેઓની પૂછપરછ ચાલી રહી છે.
મુખ્ય આરોપી ફરાર
પોલીસને મળેલી બાતમીના આધારે એમ્બેઝ હોટલમાં સ્પાની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધાને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને સાત થાઈલેન્ડની યુવતીઓ ગ્રાહકો સાથે મળી આવી હતી. જેમાં યુવતીઓને મુક્ત કરાવી છે અને આઠ ગ્રાહકોની ધરપકડ કરી છે. જોકે, સ્પાના નામે કુટણખાનું ચલાવનાર મુખ્ય આરોપી ચંચલ રાજપૂત સહિત અન્ય બે આરોપી ઘટના સ્થળે મળી આવ્યા ન હતા. જેને લઇને તે ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ વિદેશ યુવતીઓને સુરતમાં સ્પાનું કામ કરાવવાના બહાને લાવવામાં આવતી હતી અને અહીં તેમની પાસે દેહ વ્યાપાર પણ કરાવાતો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube