આજે એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમારું હ્રદય કંપી ઉઠશે. બહેને જે હાથમાં રાખડી બાંધીને રક્ષાનું વચન લીધું હતું તેજ હાથે ભાઈએ બહેનની હત્યા કરી. દેશભરમાં જીવ લેવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઘટના ખુબ જ ચોકાવનારી છે. આ ઘટના 24 ડિસેમ્બરના રોજ સર્જાઈ હતી, એક ભાઈ પોતાની બહેનનો જીવ લઈ લીધો હતો.
24 ડિસેમ્બરના રોજ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો, “સાહેબ જીવ લેવાની ઘટના બની છે.” અમારા વિસ્તારના તમામ લોકો આ ઘટના વિષે જાણે છે, જો તમે અહી આવસો તો તમને લાશ મળી શકશે. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ જાહેર કર્યું ન હતું. પોલીસને ઘટનાની માહિતી મળ્યા ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. હિમાંશુ નામના એક વ્યક્તિના ઘરે પોલીસ આવ્યા હતા.
હેમાંશુ પોલીસને જોઈને ખૂબ જ ડરી ગયો હતો. ત્યારબાદ પોલીસે હિમાંશુ ને પૂછ્યું કે ત્યારી બહેન ક્યાં છે. ત્યારે હિમાંશુ બોલ્યો કે તે એક મિત્રના ઘરે ગઈ છે. અને ત્યારે પોલીસે શંકાના ગઈ અને હિમાંશુને કડક પૂછપરછ કરી. અને ત્યારે હિમાંશુએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આરોપી હિમાંશુએ કહ્યું કે, બહેનનો મૃતદેહને રસોડામાં દફનાવી દીધો.
પોલીસે મૃત્યુ પામેલી યુવતીના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના લખનઉના સાયરપુરમાં બની હતી. પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન આરોપી ભાઈ હિમાંશુ એ જણાવ્યું કે, તેની બહેન શિવાની પોતાની મનમાની કરતી હતી. ટોકવા પર વિવાદ કરતી હતી. નાની નાની વાત પર મારી સાથે માથાકૂટ કરતી હતી.
ત્યાર બાદ પોલીસે આરોપી ભાઈને કસ્ટડીમાં લીધો. અત્યારે તેને પૂછ પર જ કરવામાં આવી રહી છે. અને પોલીસે યુવતીના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. અને મળેલા પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી. આ ઘટના લખનઉના સાયરપુરમાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર શિવાનીનું પોસ્ટમોર્ટમ 5 ડોક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. પેનલે ફોરેન્સિક અને લેડી ડોક્ટર દ્વારા નજીકથી તપાસ કર્યા પછી પોસ્ટમોર્ટમ શરૂ કર્યું. રિપોર્ટ અનુસાર બાળકીના ગળાનું હાડકું સંપૂર્ણ રીતે તૂટી ગયું હતું. તેના શરીર પર હુમલાના નિશાન હતા. જેમાં તેને છાતી અને ખભા પર ગંભીર ઈજાઓ થઈ હતી.
હિમાંશુના કહેવા પ્રમાણે, નશામાં ધૂત બહેન સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસથી બચવા માટે તેણે રાતોરાત ઘરમાં ખાડો ખોદીને તેમાં લાશને દાટી દીધી. આખી રાત ખોદકામ અને નશામાં હોવાના કારણે તે નજીકના રૂમમાં જઈને સૂઈ ગયો હતો. જ્યારે હું સવારે ઉઠ્યો, ત્યારે હું ફરીથી રસોડામાં ગયો અને કોઈને શંકા ન થાય તે માટે, મેં જમીન પર ઇંટો નાખી. ઓનર કિલિંગની ઘટના પ્રકાશમાં આવી હતી. જેના કારણે હત્યારા ભાઈ હિમાંશુને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.