દરરોજ કાજુ બદામ ખાતા બકરાની સુરતના એક બિલ્ડરે એટલી કિંમત આપી કે, આંકડો જાણી મોતિયા મરી જશે

સુરત(ગુજરાત): હાલમાં બકરીઇદનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે સુરતમાં બકરી ઇદની ઉજવણીની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પંજાબી, કાશ્મીરી, રાજસ્થાની, સીરોઇ નસલના બકરા મંડીઓમાં મોં માગી કિંમતે મુશ્લીમ બિરાદરો બકરાની ખરીદી કરી રહ્યા છે. આ દરમિયાન, સુરતના ઇતિહાસમાં પહેલી વાર તૈમુર નામનો એક બકરો રૂપિયા 11 લાખમાં જાણીતા બિલ્ડર ઝબલભાઈ સુરતી દ્વારા ખરીદવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ઝબલભાઈએ જણાવ્યું હતું કે, બકરો 192 કિલોનો છે અને 46 ઇંચની ઉંચાઈનો છે. ઇદના રોજ બકરાની કુરબાની આપી ઉજવણી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, બકરાની ઉંમર હાલ અઢી વર્ષની છે. જાણવા મળ્યું છે કે, આઠ મહિનાથી આ બકરાનું પાલનપોષણ એક પશુપાલક કરતો હતો. જોકે, બકરાને જોયા બાદ એને કોઈ પણ કિંમતે લેવાની ઈચ્છા હતી. એટલે 11 લાખમાં ખરીદ્યો છે. તેણે જણાવ્યું કે, આવા મારી પાસે બીજા 20 બકરાઓ છે. જેની કુરબાની પણ ઇદના રોજ આપવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે, આ બકરાનો ખોરાક કાજુ-બદામ, આયુર્વેદિક ઔષધિઓ, ચારો, મુરબ્બો છે. તેને રોજ બે ટાઈમ ભોજન આપવામાં આવે છે. આ સાથે રોજ 4 લીટર દૂધ પણ પીવડાવવામાં આવે છે અને એક કલાક માલિશ પણ કરવામાં છે. આ ઉપરાંત, અઠવાડિયામાં એક વાર વોક પર પણ લઈ જવામાં આવે છે.

વધુમાં જણાવ્યું હતું કે, હાલ તૈમુરનું વજન 192 કિલો અને ઉંચાઈ 46 ઇંચ છે. આ બકરો પંજાબી નસલનો બકરો છે. બીજા કશ્મીર, કાઠીયાવાડી, પંજાબી, પેનતેમ, સીરોઈ જેવા અન્ય નશલના બકરાઓનું પણ ખુબ જ વેચાણ થાય છે. આ તમામ બકરાઓની કુરબાની ઇદના દિવસે આપી બકરી ઇદની ઉજવણી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *