જાનૈયાઓથી ભરેલી બસ નદીમાં ખાબકી, 24 લોકોના મોત, આટલા લાખ વળતર આપવાની જાહેરાત

રાજસ્થાનમાં બૂંદી જીલ્લામાં લગ્ન પ્રસંગે જઈ રહેલી એક જાનને મંગળવારે એક ભયંકર અકસ્તામત સર્જાયો છે, જેમાં એક જાનૈયાઓથી ભરેલી બસ નદીમાં પડી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 24 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના કોટા-દૌસા મેગા હાઈવે પર ઘટી હતી. 30 લોકો ભરેલી બસ નદીમાં ખાબકતા 24 જાનૌયાઓના મોત નિપજતા સનસનાટી મચી જવા પામી હતી. જ્યારે ઘણા લોક ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી મોટાભાગના લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

જાનૈયાઓથી ભરેલી આખી બસ કોટાથી સવાઈ માધોપુર જઈ રહી હતી, ત્યારે રસ્તામાં એક પુલ પરથી પસાર થતી વખતે બસ અસંતુલિત થઈને નદીમાં પડી ગઈ હતી. દુર્ઘટના રાજસ્થાનના બૂંદીમાં સ્થિત કોટા લાલસોત મેગા હાઈવે પર સ્થિત લાખેરીમાં સર્જાય છે. ફુલ સ્પીડમાં દોડતી બસ અચાનક પોતાનું સંતુલન ગુમાવીને નદીમાં પડી ગઈ હતી. દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી પોલીસને તે અંગે જાણકારી આપી હતી.

કોટાના દાદીબાડીથી એક પરિવારના લોકો લગ્ન સમારોહમાં સામેલ થવા સવાઈ માધોપુર જઈ રહ્યા હતા.  બસમાં કોટાના મુરારીલાલ ધોબી પોતાના પરિવારની સાથે સવાઈ માધોપુર જઈ રહ્યા હતા. ત્યાં તેમની ભાણીના લગ્ન હતા અને તેઓ મામેરું લઈને પરિજનો અને નજીકના સંબંધીઓની સાથે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં આ દુર્ઘટના સર્જાઈ. પાપડી ગામની પાસે કોટા-લાલસોટા મેગા હાઈવે પર બસ અનિયંત્રિત થઈને નદીમાં ખાબકી હતી. નદીમાં પાણી હોવાથી બસમાં સવાર લોકો પાણીમાં જ ડુબી ગયા હતાં.

પ્રત્યદર્શીઓના જણાવ્યા પ્રમાણે, ઘટના સમયે બસ ખૂબ સ્પીડમાં હતી. મેજ નદીના પુલ પર બસ અનિયંત્રીત થઈ ગઈ અને નદીમાં પડી હતી. ગ્રામીણોએ પણ લોકોને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. ગ્રામીણોએ પોલીસ અને પ્રશાસને પણ માહિતી આપી હતી.

સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી, મૃતદેહોને બસમાંથી બહાર કાઢવાનું કામ શરૂ કર્યું હતું. દુર્ઘટના અંગે જાણકારી મળતા જ ભારે ભીડ ઘટના સ્થળ પર એકત્ર થઈ ગઈ હતી. નદીમાં પાણી હોવાના કારણે રાહત અને બચાવકાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. બૂંદી જિલ્લાના કોટા-દૌસા મેગા હાઈવે પર બનેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોને ગેહલોત સરકારે તાત્કાલિક મદદ આપવાના નિર્દેશ આપ્યા છે.   મૃતકોમાં 11 મહિલાઓ, 3 બાળકો અને 10 પુરુષો હોવાની માહિતી મળી છે. રાજ્ય સરકારે દરેક મૃતકના પરિવારને રૂ. 2 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.

બૂંદી જિલ્લાધિકારી અંતર સિંહે નેહરાએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાના સમાચાર મળતા જ ઘટના સ્થળ પર જિલ્લા પ્રશાસન અને NDRFની ટીમ પહોંચી ગઈ હતી. NDRFની ટીમ બચાવ અને રાહત કાર્ય કરી રહી છે. અત્યારસુધીમાં 12-13 શવોને બહાર કાઢવામાં આવી ચુક્યા છે અને બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામા આવ્યું છે.

બૂંદીના જિલ્લા કલેક્ટર અંતરસિંહ નેહરાએ જણાવ્યું કે, લગ્ન સમારોહમાં સામેલ થવા લોકો બસમાં સવાર થઈને સવાઈ માધોપુર જઈ રહ્યા હતા. બસ નદીમાં ખાબક્યા બાદ એનડીઆરએફની ટીમ બચાવ તથા રાહત કાર્યમાં લાગી ગઈ છે. અત્યાર સુધી 20 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *