સુરત(ગુજરાત): સુરતમાં રીંગરોડ પર નિર્મલ હોસ્પિટલ પાસેથી પસાર થતી એક કાર અચાનક આગ લાગતા ભડકાભેર સળગવા લાગી હતી. કાર ચાલકને એન્જિનમાં ધુમાડા દેખાતા તરત જ કાર રોડ પર ઉભી કરીને સુરક્ષિત રીતે કારની બહાર નીકળી આવ્યો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કર્યા પછી ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુમાં મેળવ્યો હતો. ત્યારે ત્યાં ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ફાયર કોલ મળ્યા પછી ફાયરની ગાડીઓ તરત ઘટના સ્થળે પહોચી ગઈ હતી. લાલ રંગની મારુતિ જેન કારમાં લાગેલી આગને તરત કાબુમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વાયરિગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી છે.
કારના માલિક પુમાભાઈ હડિયાના જણાવ્યા અનુસાર, હું મજુરા ગેટ વિસ્તારમાં રહું છું અને ડાયમંડની ઓફિસમાં કામ કરું છું. ઓફિસથી ઘરે જતી વખતે મારી કારના એન્જિનમાં આગ લાગી રહી હોવાની મને ખબર પડી હતી. ત્યારે રોડ પર જ મેં મારી કારને ઉભી રાખીને હું ઝડપથી કારની બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ મેં તરત ફાયર વિભાગને જાણ કરી હતી. આ કાર પેટ્રોલ અને CNGથી ચાલતી હોવાનું અને લગભગ 8 વર્ષ જુની હોવાનું પણ તેમણે કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.