અવાર-નવાર અકસ્માતો (Accident)ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. પરંતુ હાલમાં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના ચંબા જિલ્લા (Chamba district)માં એક ખુબ જ ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, અહી એક કાર(car) ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, સોમવારે સવારે ચંબા-જોટ રોડ પર અલ્ટો કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટાંડાથી પરત ફરતી વખતે ભતલવા પાસે કાર ચાલકે કાબૂ ગુમાવ્યો અને કાર ખાઈમાં પડી ગઈ. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો પાલુરના જણાવવામાં આવી રહ્યા છે. એસપી અભિષેક યાદવે જણાવ્યું કે પોલીસ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
મૃતકોની ઓળખ ડાડુ ગામનો તહેવાસી લાલ હુસૈન પુત્ર નૂર માહી, મશવાડી ગામનો રહેવાસી મોહમ્મદ રશીદ પુત્ર હસન દીન અને નૈહાપુરી ગામનો રહેવાસી ફતેહ મોહમ્મદ પુત્ર કુતુબુદ્દીન તરીકે થઈ છે. આ સિવાય રામૌન પુત્ર ઉમરદીન અને મિસર પુત્ર લાલ હુસૈન બંને ઘાયલો ચંબા જિલ્લના મશવાડી ગામના રહેવાસી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.