સુરતમાં મધરાતે રસ્તા પર બેસેલી ગૌમાતાને પાંચ ઈસમો કારમાં ભરી ફરાર થયા…

વાપીમાં છેલ્લા ઘણા સમયથી ગૌ તસ્કરી કરતી એક ટોળકી સક્રિય થઇ હોય તેવી વાતો બહાર આવી રહી હતી પણ હાલ આ ગૌ તસ્કરી કરતી ટોળકીનું…

વાપીમાં છેલ્લા ઘણા સમયથી ગૌ તસ્કરી કરતી એક ટોળકી સક્રિય થઇ હોય તેવી વાતો બહાર આવી રહી હતી પણ હાલ આ ગૌ તસ્કરી કરતી ટોળકીનું એક કારનામું બહાર આવ્યુ છે. આ ઘટનામાં રસ્તા ઉપર બેઠેલી એક ગાયને રાતનાં સમયે એક કારમાં આવેલાં અમુક વ્યક્તિઓ જોર જબરદસ્તીથી કારમાં ભરીને ભાગી થઈ ગયા હતા. આ આખો બનાવ ત્યાંના પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવનાં CCTV ફૂટેજ વાયરલ થતાં ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી વધેલી જોવા મળી રહી છે. આ આખા બનાવે પોલીસ દ્વારા તરત જ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માગણી કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ વાપીને ઉદ્યોગ નગરી ગણવામાં આવે છે. આ વાપીમાં છેલ્લા ઘણા દિવસોથી ગાયોની તસ્કરી કરતી એક ટોળકી સક્રિય બની છે. તે સમયે હાલ ટોળકી દ્વારા એક ગાયને કારમાં ભરીને જતા હોવાનાં CCTV ફૂટેજ પણ વાયરલ થયા છે. જે CCTV ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયા છે તે વાપીનાં છેવાડે આવેલાં ચલા વિસ્તારનાં હોવાનું છે તેવું જાણવામાં આવી રહ્યું છે. રાતનાં સમયે રસ્તા ઉપરથી આ રીતે તસ્કરો ગાયોને ઉઠાવી જતાં ગૌ પ્રેમીઓમાં રોષ જોવા મળે છે.

વાપીનાં ચલા વિસ્તારમાં આવેલાં ગુરુકૃપા બંગ્લોઝની સામે મુક્તાનંદ રસ્તા ઉપર મોડી રાતનાં સમયે રસ્તા ઉપર એક ગાય બેઠી હતી. તે જ સમયે એક સફેદ રંગની કાર ગાયની પાસે આવીને ઊભી રહી હતી તેમજ કારમાંથી એક બાદ એક પાંચ લોકો ઉતર્યા હતા તેમજ પ્રથમ એક વ્યક્તિએ ગાયને દોરડા વડે બાંધી હતી તેમજ એ પછી જોર-જબરદસ્તી કરીને ગાયને ગાડીની પાછળનાં ભાગમાં આ વ્યક્તિઓએ ભરી દીધી હતી. જયારે પાંચ વ્યક્તિઓ ગાયનાં કારમાં ભરી રહ્યા હતા તે સમયે ગાય બે થી ત્રણ વખત બચવા માટે પ્રયત્ન કર્યા હતા તેમજ રસ્તા ઉપર બેસી ગઈ હતી. તેમ છતાં ગૌ તસ્કરોએ ગાયને ક્રૂરતાપૂર્વક જોર જબરદસ્તી કરી કારમાં ભરીને બધા ઈસમો કાર લઈને ભાગી ગયા હતા. આ આખો બનાવ તે સ્થળ પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો.

ગૌ તસ્કરીનાં આ ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થતાં ગૌ પ્રેમીઓમાં રોષ વધ્યો છે. લોકો દ્વારા ગાયોની તસ્કરી કરતા તેમજ ગાયને ક્રૂરતા પૂર્વક આ રીતે રસ્તા ઉપરથી ઉઠાવીને લઈ જતાં વ્યક્તિઓ સામે પોલીસ તરત કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ ગૌ તસ્કરીનાં ફૂટેજ વાયરલ થતા જોવાનું એ છે કે, વાપી પોલીસ દ્વારા આ CCTV ફૂટેજનાં આધારે ગૌ તસ્કરી કરતા વ્યક્તિઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી થાય છે કે, નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *