સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે હવે કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં કોઈના દીકરાઓ, દીકરીઓ અને તો કોઈએ પોતાની બહેન, ભાઈ અથવા તો પતિ અને પત્નીને ગુમાવ્યા છે. સાથે સાથે આ કોરોનાની મહામારીને કારને કેટલાય બાળકો નિરાધાર થયા છે. જેમાં ઘણા બાળકો એવા છે કે જેમણે પોતાના માતા અને પિતા એમ બંને લોકોની છત્રછાયા ગુમાવી છે. ત્યારે હવે કેટલાય બાળકોએ માતા અથવા પિતા એમ કોઈપણ એક વાલીની છત્રછાયા ગુમાવી હોય તો આવા બાળકો માટે રાજ્ય સરકારે મહત્વની અને મોટી સહાયની જાહેરાત પણ કરી છે.
માતા અથવા પિતા એમ કોઈપણ એક વાલીની છત્રછાયા ગુમાવી હોય તો આવા બાળકોના ભવિષ્ય અને શિક્ષણના પ્રશ્નો ઉદભવ્યા છે. આવા બાળકોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આવા કપરાકાળમાં નિરાધાર થયેલા અને માતા પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોનું રક્ષણ, કાળજી, શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરીને રાજ્યસરકાર દ્વારા પોતાના માતા પિતાને ગુમાવ્યા હોય અને નિરાધાર થયેલા બાળકો માટે ‘મુખ્ય મંત્રી બાળ સેવા યોજના’ની જાહેરાત કરવામાં આવી છે.
પરંતુ જે બાળકોએ પોતાના એક વળી ગુમાવ્યા હોય તેવા બાળકોને પણ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે એક વાલીવાળા બાળકોને માસિક રૂપિયા 2000ની સહાય આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ જાહેરાત સહાયની રકમ ઓનલાઈન ડી.બી.ટી. દ્વારા ચૂકવવાની યોજના મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા આગામી બીજી ઓગસ્ટે જાહેર થશે.
સરકારની આ પ્રકારની જાહેરાત કરતા હવે એક વાલીવાળા બાળકોના બેંક એકાઉન્ટના ખાતા ખોલાવવા ખુબ જ જરૂરી છે. જે બાળકોને આ સહાયનો લાભ લેવાનો હોય તેને બેંક એકાઉન્ટ ત્રણ દિવસની અંદર ખોલાવવાના રહેશે. જેને લઈને જીલ્લામાં જુદા જુદા અધિકારીઓને જવાબદારી સોપવામાં આવી છે કે, ત્રણ દિવસમાં ખાતા ખોલાવવાની વ્યવસ્થા કરવા માટે સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગના એસીએસ સુનયના તોમરે તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર પાઠવવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.