જામનગર(ગુજરાત): રમતા રમતા બાળકો કઈક ન કરવાનું કરી બેસતા હોય છે. તેવો જ એક બનાવ જામનગર(Jamnagar)ના લાખોટા તળાવ(Millions of lakes) પરથી સામે આવ્યો છે. આ બનાવમાં એક નાના બાળકોને લઈને ફરવા માટે ગયેલા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો(A cautionary tale) પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ રવિવારની સાંજે ફરવા આવેલા એક દંપતીના નાનો બાળક સાથે બન્યો હતો. બાળક રમતા રમતા તળાવની ફરતે લગાવેલી લોખંડની રેલિંગમાં ફસાઈ(Trapped in an iron railing) ગયો હતો. જેને કારણે ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે જહેમત બાદ રેલિંગ કાપીને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
મળતી માહિતી મુજબ, લાખોટા તળાવના ગેટ નંબર 1 પાસે એક બાળક રમી રહ્યો હતો. એ દરમિયાન કોઈ કારણોસર બાળકે લોખંડની રેલિંગના વચ્ચેના ભાગમાં પોતાનું માથુ નાખી દેતા બાળક ત્યાં ફસાઈ ગયો હતો. આની શરૂઆતમાં તો તેના માતાપિતા અને સ્થાનિક લોકોએ બાળકને બહાર કાઢવાના અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ, માસૂમને બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને રેલિંગ કાપી બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ માતાપિતાના જીવમાં જીવ આવ્યો હતો. તંત્રએ પણ ત્યારે રાહતનો શ્વાસ લીધો હતો.
જાણવા મળ્યું છે કે, લાખોટા તળાવ પર ફરવા આવતા વાલીઓએ પોતાના નાના બાળકોને લઈ સાવચેત રાખવી ખુબ જરૂરી બને છે. તળાવની બંને બાજુઓ લોખંડની રેલીંગ નાખવામા આવી છે. જેમાં અડધા અડધા ફૂટના ગાળા રાખેલ છે. તેને કારણે જો કોઈ નાનું બાળક તેમાંથી બહાર નીકળવાનો કે માથુ બહાર કાઢવાનો પ્રયાસ કરે તો તે અટવાય જાય છે, અને આજ જેવો સ્થિતિમાં મુકાય જાય છે. જેથી નાના બાળકો સાથે તળાવ પર ફરવા આવતા વાલીઓએ સાવચેત રહેવું ખુબ મહત્વનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.