બનાસકાંઠા હાઈવે થયો લોહીલુહાણ- ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં આટલા લોકો બન્યા મોતનો કોળીયો 

ગુજરાત: બનાસકાંઠા (Banaskantha) નજીકના અમીરગઢ (Amirgarh) નેશનલ હાઇવે (National Highway) પર રવિવારેની મોડી સાંજે (Late evening) વધુ એક અકસ્માત સર્જાયો હતો કે, જેમાં ટ્રક (Truck)…

ગુજરાત: બનાસકાંઠા (Banaskantha) નજીકના અમીરગઢ (Amirgarh) નેશનલ હાઇવે (National Highway) પર રવિવારેની મોડી સાંજે (Late evening) વધુ એક અકસ્માત સર્જાયો હતો કે, જેમાં ટ્રક (Truck) તથા કાર (Car) વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર 4 પૈકી 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા એકનું મોત થયું હતું.

રાજ્યમાં સતત સર્જાઈ રહેલ અકસ્માતોની હારમાળા વચ્ચે હાલમાં આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. અમીરગઢ નેશનલ હાઈવે પર આરાસુરી ગોળાઈ પાસે રવિવારેની મોડી સાંજે ભયંકર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન બાજુથી આવી રહેલ કાર ટ્રકની પાછળ ઘૂસતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનાને કારણે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પાસેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટનામાં કારમાં સવાર 4 લોકો પૈકી એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચી હતી.

અન્ય એક ઘટના જોઈએ તો દાહોદના કતવારા નજીક માર્ગ અકસ્માતમા કઠલા ગામના તબીબનુ મોત થયું છે. ડોક્ટરનું કરુણ મોત નીપજતાં પરિવારજનો માથે આભ તૂટી પડ્યું છે. માતા-પિતાએ પોતાનો એકનો એક વહાલસોયો દીકરો તેમજ દાદાએ પૌત્ર ગુમાવ્યો છે. જયારે બે બહેનોનો વહાલસોયો ભાઈ પણ હવે તેમની વચ્ચે નથી રહ્યો.

વિગતે જોઈએ તો,  મધ્ય પ્રદેશમાં આવેલ ઝાબુઆથી પરત કઠલા બાજુ આવી રહેલ ઓરથોપેડિક તબીબે પોતાની કારના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી જતા ડો.રાહુલ લબાનાનુ મોત થયું હતુ. કરુણાંતિકા તો એ છે કે, ડોક્ટર રાહુલભાઇ લબાનાની પત્ની હાલમાં ગર્ભવતી છે તેમજ લગ્ન જીવનના વર્ષો બાદ ડોક્ટર રાહુલભાઇના ઘરે સૌપ્રથમ વખત પારણું બંધાવાનું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *