અકસ્માતથી હાઇવે રક્તરંજિત: જસદણ નજીક સ્કૂલવેન અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 5 માં ધોરણની વિદ્યાર્થિનીનું મોત

રાજકોટ(Rajkot): જસદણ(Jasdan)ના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આજે સવારે સ્કૂલવેન અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ગૌરી…

રાજકોટ(Rajkot): જસદણ(Jasdan)ના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આજે સવારે સ્કૂલવેન અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ગૌરી નું કરુણ મોત નીપજ્યું છે. તે ઉપરાંત 8 લોકોને ગંભીર ઇજા થઇ છે. અકસ્માતની ઘટના બનતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને 108 દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. જ્યારે મૃતક વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

સ્કૂલવેન અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર રોડની નીચેની બાજુ ઉતરી ગઈ હતી. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકો દોડી ગયા હતા અને સ્કૂલવેનના ડ્રાઇવરને જેકની મદદથી એક કલાકની ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, સ્કૂલવેન જસદણની એકલવ્ય સ્કૂલની હતી અને અંદર ચાર વિદ્યાર્થી બેઠા હતા. જેમાં ધો.5ની વિદ્યાર્થિની ગૌરી અજયસિંગનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વિદ્યાર્થી સહિત કારમાં સવાર 7 વ્યક્તિ સહિત 8ને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ બનતા જ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

સ્કૂલવેનનો બોલી ગયો ભૂકો
અકસ્માત એટલો ગંભીર હતો કે, સ્કૂલવેનનો ભુક્કો બોલી ગયો હતો. સ્કૂલવેનના આગળના ભાગને મોટુ નકસાન થયું હતું. સ્કૂલવેન હનુમાન ખારચીયા ગામથી નીકળી વીરનગર ગામ તરફ જતી હતી. ત્યારે ગોંડલ હાઇવે પર ગોળાઈ પાસે અકસ્માત નડ્યો હતો. બીજી તરફ કારમાં મોટુ નુકસાન પહોંચ્યું છે

એકની એક દીકરી મોતથી પિતાનો વલોપાત
5 માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ગૌરીના પિતા અજયસિંગે કહ્યું કે, મારી દીકરી આજે સવારે સ્કૂલવેનમાં સ્કૂલ જઇ રહી હતી. જસદણની એકલવ્ય સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ત્યારે સવારે 6 વાગ્યે અકસ્માત થતા મારી દીકરીનું મૃત્યુ થયું છે. અમે ઉત્તરપ્રદેશના રહેવાસી છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *