દિયોદરની બનાસ ડેરીના પ્લાન્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ- મોટી સંખ્યામાં ઉમટી પડી જનમેદની

ગુજરાત(Gujarat): PM નરેન્દ્ર મોદી(Narendra Modi) દ્વારા આજે એ જ જિલ્લાના દિયોદર(Diodar) નજીક સણાદર(Sanadar) ખાતે સમગ્ર એશિયા ખંડમાં નંબર વન દૂધ ઉત્પાદક બનાસ ડેરી(Banas Dairy) દ્વારા…

ગુજરાત(Gujarat): PM નરેન્દ્ર મોદી(Narendra Modi) દ્વારા આજે એ જ જિલ્લાના દિયોદર(Diodar) નજીક સણાદર(Sanadar) ખાતે સમગ્ર એશિયા ખંડમાં નંબર વન દૂધ ઉત્પાદક બનાસ ડેરી(Banas Dairy) દ્વારા નિર્મિત બીજી ડેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી ગાંધીનગરથી દિયોદર પહોંચ્યા છે. પ્રધાનમંત્રી બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે બનાસ ડેરી સંકુલ ,પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ અને 151 વિઘામાં બનેલ દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું ઉદ્ઘાટન કરશે.

લાઈવ સમાચાર:
પ્રધાનમંત્રી મોદીએ બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ. દિયોદરની બનાસ ડેરીના પ્લાન્ટનું પ્રધાનમંત્રી મોદીએ લોકાર્પણ કર્યુ. પ્રધાનમંત્રી મોદીએ શંકર ચૌધરી સાથે ડેરીનું નિરિક્ષણ કર્યું. ​​​​​​મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી. ‘શ્વવેત ક્રાંતિનો રંગ, બનાસકાંઠાને સંગ’ સુત્ર સાથે કાર્યક્રમ. શંકર ચૌધરી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા.

શંકર ચૌધરીના આહવાન પર બનાસકાંઠામાં હજારો પશુપાલક મહિલાઓએ પીએમના લીધા ઓવારણાં:
બનાસ ડેરીમાં નવા ડેરી પ્લાન્ટના લોકાર્પણ અને શિલાન્યાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પસંગે હાજર રહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા શંકર ચૌધરીએ PM નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા હતા અને તેમના વિઝનથી ખેડૂતો અને પશુપાલકોનું ભલું કરવા માટે આભાર માન્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે આ મહિલાઓ પોતાના ભાઈ (PM નરેન્દ્ર મોદી) ને મળવા આવી છે. આવેલી તમામ મહિલાઓ તમારો આભાર માનવા માંગે છે.

આ ઉપરાંત બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્થળ પરથી કરવામાં આવશે. ઈ-લોકાર્પણમાં બનાસ ડેરી ચીઝ અને વ્હે પાઉડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સીએનજીનો સમાવેશ થાય છે. સ્ટેશન દામા (ડીસા) અને ઈ-ખાતમુહૂર્તમાં 4 નવા ગોબરગેસ પ્લાન્ટ – ખીમના, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા)નો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં આવું પહેલીવાર બન્યું હશે કે, એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટનું નિર્માણ થયું હોય, જૂન-2020માં દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને માત્ર 18 મહિનાના ટૂંકા સમયગાળામાં અને કોવિડ-19ની વૈશ્વિક મહામારીની કપરી પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે, જેમાં વિશ્વના જુદા જુદા 7 દેશની મશીનરી આ પ્લાન્ટમાં લગાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *