ઉદયપુર: આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ત્યારે ફરીવાર એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે મિત્રો કારમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બની ગયો હતો. આ બનાવ બનવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું અને બીજા મિત્રને ઈજાઓ પહોંચી હતી.
જાણવા મળ્યું છે કે, આ અકસ્માતનો બનાવ થોડા દિવસ પહેલા ઉદયપુરના ગોગુંડા વિસ્તારમાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 ઉપર સોમવારના રાત્રે થયો હતો અને જેમાં ઇસ્વાલના ગૌતમેશ્વર મહાદેવની નજીક આ બનાવ બન્યો હતો.
આ અકસ્માતમાં એક કાર ઉદયપુર બાજુથી આવી રહી હતી અને તે અચાનક અનીયંત્રીત થઈને ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ત્યારબાદ કાર ટકરાવવાની સાથે જ પલટી ખાઈ ગઈ હતી. આ વખતે આ કારમાં બે યુવકો બેસેલા હતા અને જેમાંથી એક યુવકનું મૃત્યુ થઇ ગયું હતું અને એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ બનાવની જાણકારી મળતાની સાથે જ પોલીસ દોડીને ઘટના સ્થળે આવી ગઈ અને આગળની જાણકારી મેળવીને અકસ્માતમાં ઘાયલ થયેલ યુવકને સારવાર માટે એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાની સાથે જ પરિવારના લોકોમાં શોકનો માહોલ છવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.