ડીસા તાલુકાના માલગાઢ ગામમાં લવ જેહાદ અને ધર્માંતરણના બનેલ બનાવમાં થોડા સમય પહેલા અપાયેલા બંધના એલાન વખતે નીકળેલ રેલી પર પોલીસે કરેલા લાઠીચાર્જમાં અનેક લોકો ઘાયલ થતા હતા. આ મામલામાં ડીસાના એડવોકેટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા સામે હ્યુમન રાઈટ કમીશનમાં ફરિયાદ નોંધાવી છે.
ડીસા શહેરના માલગઢ ગામમાં માળી સમાજની દિકરી સાથે વિધર્મી યુવકે લગ્ન કર્યાં હતાં અને તેના પરીવારનું પણ ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. એક મહિના પહેલા હિંદુ સંગઠનો દ્વારા ડીસા શહેરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે નાયબ કલેકટર પાસે રેલીની મંજુરી પણ માંગવામાં આવી હતી. જેમાં ડીસા શહેર સમગ્ર બંધ રહ્યું હતું અને ૧૫૦૦૦ થી પણ વધુ લોકો આ રેલીમાં જોડાયા હતાં.
રેલી શાંતપૂર્વક આગળ પસાર થઈ રહી હતી ત્યારે રેલી હીરા બજાર પહોંચતા જ પોલીસ દ્વારા અચાનક લાઠીચાર્જ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકો ધવાયા હતા. આ મામલામાં નિર્દોષ લોકો પર કયા કારણોસર
લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, અને લાઠીચાર્જ કરનાર બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા સહિત રેલીમાં હાજર તમામ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ડીસાના એડવોકેટ સુભાષભાઈ ઠક્કર દ્વારા હ્યુમન રાઈટ કમિશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદી સુભાષભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ‘રેલીની મંજુરી પણ લેવાઈ હતી અને ધર્માંતરણ બાબતે આ એક આક્રોશ રેલી હતી. જેથી રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે અગાઉથી વોટર કેનન અને ટિયર ગેસ સેલની વ્યવસ્થા કરવી જોઈતી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ જ આવા પ્રકારની વ્યવસ્થા કરી ન હતી. ઉપરથી રેલીમાં શાંતિપૂર્ણ રીતે ભાગ લઈ રહેલ લોકો પર અચાનક લાઠીચાર્જ કરી માહોલ બગાડવાની પોલીસ દ્વારા કોશીશ કરાઈ હતી. જો રેલીના લોકો માહોલ ખરાબ કરશે પોલીસને તેવું ડર હોય તો સૌથી પહેલાં વોટર કેનથી પાણીનો મારો ચલાવી અથવા ટિયર ગેસ છોડીને લોકોને વિખેરી શકતા હતા.
રેલી હીરાબજાર વિસ્તારમાં પહોંચી ત્યારે પોલીસ દ્વારા અચાનક જ લોકો પર સીધો જ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. લાઠીચાર્જમાં અનેક લોકો ધવાયા હતા. જેથી લોકશાઈમાં પોલીસનું આ પ્રકારની પગલું યોગ્ય ના કહેવાય. જેથી જવાબદાર જિલ્લા પોલીસ વડા સામે અને રેલીમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ વિરુદ્ધ હ્યુમન રાઈટ કમિશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.