હાલમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવે છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ પણ આત્મહત્યાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન સુરતમાં ફરી એક એવો કેસ સામે આવ્યો છે જેમાં પોલીસ કોન્સ્ટેબલે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
તાજેતરમાં સુરતમાં મહિલા પીએસઆઈ જોશીની આત્મહત્યા બાદ ફરીવાર પોલીસ હેડક્વાર્ટરના કવાર્ટર્સમાં રહેતા અન્ય પોલીસકર્મી દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બાદ તેમને ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. પીએસઆઈએ આ પગલુ કેમ લીધું તે હજુ જાણી શકાયું નથી.
પોલીસ હેડક્વાર્ટરના કવાર્ટરમાં રહેતા કોન્સ્ટેબલ પંકજ શુક્રવારે તેના ઓરડામાં ફંદા પર લટકી રહ્યા હતા. આ દરમિયાન પત્નીએ તેમને જોયા અને તરત દોરડું કાપીને નીચે ઉતારી દીધા હતા. પત્નીની ચીસો સાંભળીને પડોશીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંકજને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પંકજને આ દિવસોમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા.
જોકે, તે હજી સુધી સ્પષ્ટ નથી થયું કે, તેમણે આ પગલું કેમ ભર્યું હતું. પત્ની એમ કહે છે કે, તેને પણ આનું કોઈ કારણ ખબર નથી. પંકજ હાલમાં આઈસીયુમાં છે અને પોલીસ તેની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તે હોશમાં આવે તેની રાહ જોઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle