બ્રિટનમાં (Britain) રહેતા એક દંપતીએ (couple) લોટરીમાં (lottery) મોટી રકમ મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. આ કપલે 1130 કરોડની લોટરી જીતી હતી. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, આટલા કરોડો જીત્યા પછી પણ આ દંપતીએ પોતાના માટે સેકન્ડ હેન્ડ કાર ખરીદી. તેની પુત્રીઓ પણ સેકન્ડ હેન્ડ કારનો ઉપયોગ કરે છે.
લોટરી જીત્યા પછી, ફ્રાન્સિસ કોનોલીએ તેના 50 મિત્રો અને સંબંધીઓને મદદ કરવાનું નક્કી કર્યું. તેણે લોટરીના પૈસાથી લગભગ 175 પરિવારોને મદદ કરી. આ કપલના કારણે, તેના ઘણા મિત્રો નવા મકાનો ખરીદવા સક્ષમ હતા અને ઘણા લોકોએ તેમના દેવા પણ ચૂકવ્યા હતા.
એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ, લોટરી જીત્યાના લગભગ 2 વર્ષ પછી ફ્રાન્સિસે કહ્યું છે કે, તેમણે લોકોને મદદ રૂપે અડધાથી વધુ રકમ (આશરે 600 કરોડ રૂપિયા) આપી છે. તેણે કહ્યું કે, તે આ હકીકતથી સૌથી વધુ ખુશ છે કે, જેને તેણે પૈસા આપ્યા. તેણે બીજા કોઈની પણ મદદ કરી.
ફ્રાન્સિસ અને તેના પતિ પેટ્રિકે બ્રિટનના ધ નેશનલ લોટરીના યુરો મિલિયન પ્રોગ્રામ અંતર્ગત મોટી રકમ જીત્યા હતા. 25 વર્ષના ઇતિહાસમાં લોટરીમાં જીતવામાં તે ચોથી સૌથી વધુ રકમ હતી જ્યારે જાન્યુઆરી 2019 માં દંપતીને વિજેતા બનાવવામાં આવ્યા હતા.
54 વર્ષીય ફ્રાન્સિસ કહે છે કે, તે ઘરેણાં ખરીદવા કરતાં બીજાના ચહેરા પર ખુશી જોવામાં વધુ ખુશ હતી. તે જ સમયે, પેટ્રિકે ફ્રાન્સિસ માટે 2 લાખ રૂપિયાથી ઓછામાં સેકન્ડ હેન્ડ ફ્લેટ ખરીદ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle