865 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા સંસદ ભવનનું આજે PM મોદી કરશે ભૂમિપૂજન

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં સંસદભવનના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવા માટે જઈ રહ્યાં છે. લોકસભા-અધ્યક્ષ ઓમ બિરલાએ આ કાર્યક્રમ માટે PM નરેન્દ્ર મોદીની રૂબરૂ મુલાકાત જઈને આમંત્રણ આપ્યું હતું.

તેમણે જણાવતાં કહ્યું હતું કે, વર્ષ 2022માં દેશની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થતાં આપણે સંસદભવનમાં બંને ગૃહોનાં સેશનની શરૂઆત કરીશું. નવા ભવનમાં લોકસભા સાંસદો માટે લગભગ 888 તથા રાજ્યસભા સાંસદો માટે કુલ 326થી વધુ સીટ રાખવામાં આવશે. પાર્લમેન્ટરી હોલમાં કુલ 1,224 સભ્યો એકસાથે જ બેસી શકશે.

સુપ્રીમ કોર્ટે દર્શાવી હતી નારાજગી :
નવા સંસદભવનને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વિશે સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે દાખલ કરવામાં આવેલ અરજીઓ અંગે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કન્સ્ટ્રક્શન, તોડફોડ અથવા તો વૃક્ષ કાપવાનું કામ ત્યાં સુધી થવું જોઈએ નહી કે, જ્યાં સુધી પેન્ડિંગ અરજી પર અંતિમ નિર્ણય સંભળાવવામાં આવે નહી.

નવા ભવનને પેપરલેસ બનાવવામાં આવશે :
લોકસભાના સ્પીકર ઓમ બિરલાના જણાવ્યા પ્રમાણે, નવા ભવનમાં સંસદસભ્યો માટે લોન્જ, લાઈબ્રેરી, સમિતિ રૂમ તથા ભોજન રૂમ પણ હશે. ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે, જેને લીધે સંસદને પેપરલેસ બનાવવામાં મદદ મળશે. નવી ઇમારતમાં લોકસભાના કુલ 888 તેમજ રાજ્યસભાના કુલ 384 સભ્ય બેસી શકશે.

હાલના ભવનમાં લોકસભાના માત્ર 543 તથા રાજ્યસભાના કુલ 245 સભ્યો બેસી શકે એવી સુવિધા છે. નવું ભવન આત્મનિર્ભર ભારતની મિશાલ બનશે. એને સંપૂર્ણ રીતે ભારતીય લોકો તૈયાર કરશે. એના નિર્માણમાં કુલ 2,000 લોકો પ્રત્યક્ષ રીતે તેમજ કુલ 9,000 લોકો પરોક્ષ રીતે સામેલ થશે.

વિશેષતાઃ આઝાદીની 75મી વર્ષગાંઠનું સત્ર નવા ભવનમાં યોજાશે
નવી ઇમારતની ઊંચાઈ હાલના ભવન જેટલી જ હશે. ભૂકંપ પ્રતિરોધક ઇમારત ત્રિકોણીય હશે. અવકાશમાંથી કુલ 3 રંગના કિરણ જેવી દેખાશે. નવું ભવન કુલ 65,000 ચો.મી.માં હશે જયારે કુલ 16,921 ચો.મી. અંડરગ્રાઉન્ડ હશે.

ટાટાને કોન્ટ્રેક્ટ મળ્યો :
ટાટા કંપનીને નવા સંસદભવન બનાવવાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પર કુલ 865 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. નવી સંસદ રાજ્યના પ્લોટ નંબર કુલ 118 પર બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન આર્કિટેક્ટ બિમલ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ભવનની ઉપરાંત, ઈન્ડિયા ગેટની આજુબાજુ કુલ 10 ઇમારત બનાવવામાં આવશે કે, જેમાં કુલ 51 મંત્રાલયની કચેરીઓ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *