સુરતમાં બાઈક સવાર દંપત્તીને અકસ્માત નડતા 5 સંતાને ગુમાવી પિતાની છત્રછાયા

સુરત(ગુજરાત): ગુજરાતમાં અકસ્માત(Accident)ના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. આ દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. જયારે હજારો લોકો પોતાના મોભીઓ ગુમાવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ સુરત(Surat)માંથી સામે આવ્યો હતો. સુરતના કમેલા દરવાજા બ્રિજ ઉપર(Camala door over the bridge) બાઇક સવાર દંપત્તી સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત પછી દંપત્તીને સારવાર માટે સિવિલ(Civil)માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પતિનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, જોશી દંપતી ભેસાણ ભત્રીજાને મળીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. જશવંત નગીનભાઈ જોશી જે મૃતકના જમાઈ છે તેમને જણાવ્યું હતું કે, કનુભાઈ કરશનભાઇ જોશી જેમની ઉમર 50 વર્ષ છે. તેઓ ગેસ રિપેરીંગનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારની રાત્રે કનુભાઈ જોશી બાઇક પર તેમની પત્ની કાંટા બેનને સાથે ભેસાણ રહેતા ભત્રીજાને મળવા માટે ગયાં હતાં. ભત્રીજા પાસેથી બાઇકની RC બૂક લઈ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમને કમેલા દરવાજા નજીક લગભગ 9 વાગે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માત પછી સ્થાનિક લોકોએ બન્નેને તાત્કાલિક સારવાર માટે 108 દ્રારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ત્યારબાદ પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી. તે દરમિયાન કનુભાઇની તબિયત વધારે ગંભીર હતી. તેથી તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ડોકટરોના જણાવ્યા અનુસાર, કાંતાબેનની તબિયત હાલ સારી છે. હાલ અકસ્માતને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *