જુવાનજોધ દીકરીને અજાણી ઓફિસમાં જોબ કરવા જવા દેતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

આજકાલ દુષ્કર્મના કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. મહિલાઓ હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી તેમ કહી શકાય. આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓફીસમાં કામ કરતી યુવતી પર તેના બોસે જ દુષ્કર્મ આચર્યું હતું.

મળતી માહિતી મુજબ, અલંગના ડેલાની એક ઓફિસમાં કામે આવતી યુવતી પર બોસ અને તેના મિત્રોએ પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને યુવતીનો અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

જાણવા મળ્યું છે કે, ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં અલંગનો ડેલો આવેલો છે. જેની ઓફિસમાં એક યુવતી સફાઇકામ કરવા જતી હતી. આ યુવતી પર ડેલાના બોસ અને તેના મિત્રોએ નજર બગાડી હતી. યુવતીએ આ અંગે ઇનકાર કરવા છતાં બોસ અને તેના બે મિત્રોએ તેની સાથે બળજબરી કરી હતી તેમજ આ ત્રણેય હવસખોરોએ તેની સાથે પરાણે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, આ હવસખોરોએ યુવતીનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો.

આ ઉપરાંત 1 એપ્રિલથી 14 મે દરમિયાન યુવતી સાથે આ હવસખોરોએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ અશ્લી વીડિયો પણ ઉતારી લીધો હતો. જોકે, આ પછી આ શખ્સોએ યુવતીનો વીડિયો વાયરલ કરી દીધો હતો. આ અંગે પીડિત યુવતી દ્વારા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં બોસ અને તેના બે મિત્રો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારબાદ પોલીસ દ્વારા આ ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *