ગુજરાતમાં ફરીએકવાર ભાઈ બહેનના પવિત્ર સબંધને લાગ્યો કલંક- ભાઈએ જ સાત વર્ષની બહેનને પીંખી નાખી

પંચમહાલ(ગુજરાત): આજકાલ રાજ્યમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. હવસખોરો નાની નાની ફૂલ જેવી બાળકીઓને પણ પીંખી નાખતા હોય છે. ત્યારે ભાઈ…

પંચમહાલ(ગુજરાત): આજકાલ રાજ્યમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. હવસખોરો નાની નાની ફૂલ જેવી બાળકીઓને પણ પીંખી નાખતા હોય છે. ત્યારે ભાઈ બહેનના પવિત્ર સબંધને કલંક લગાડનાર, માનવતાને પણ શર્મશાર કરતી અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પંચમહાલથી સામે આવ્યો છે. જ્યાં એક કૌટુંબિક ભાઈએ જ પોતાની ફૂલ જેવી 7 વર્ષની માસૂમ બહેન પર હેવાનીયતની હદ વટાવતા પાશવી બળાત્કાર ગુજાર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે.

જાણવા મળ્યું છે કે, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક ગામમાં કુટુંબી પિતરાઇ ભાઈએ 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર શહેરા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરા તાલુકાના એક ગામમાં રહેતા દંપતી ગયા રવિવારના રોજ સવારે કામ માટે બહાર ગયા હતા.

તેમના સંતાનો ઘરે એકલા હતા ત્યારે બપોરના સમયે તેમના ફળિયામાં જ રહેતો 24 વર્ષીય રમેશ ત્યાં આવી પહોંચ્યો હતો અને 7 વર્ષીય પોતાની કુટુંબી પિતરાઇ બહેનને જણાવ્યું હતું કે, ચાલ મારા ઘરે ખેતરમાં ખાતર મૂકવાનું છે જેથી બાળ સહજ 7 વર્ષીય બાળકી તેની સાથે ચાલી નીકળી હતી. ઘરના એકાંતમાં કુટુંબી પિતરાઇ રમેશનો વાસનાનો કીડો સળવળતાં ફૂલ જેવી બાળકીને પિંખી નાખીને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે બાળકીને 10 રૂપિયા આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ સાંજે 5 વાગ્યે તેની માતા આવતા ફૂલ જેવી બાળકી ખાટલામાં કણસતી ગોદડી ઓઢીને સૂતી હતી. જેથી બીજી દીકરીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, બહેનને ગુપ્ત ભાગેથી રક્તસ્ત્રાવ થઈ રહ્યો છે. ત્યારાબ્દ ગોદડી હટાવીને જોતા માતા પણ ચોંકી ઉઠી હતી. કારણ ફૂલ જેવી માસૂમ બાળકીના ગુપ્ત ભાગે સતત રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. આવું થવાનું કારણ પૂછતાં ડરી ગયેલી બાળકીએ ધ્રુજતા અવાજે સમગ્ર ઘટનાની પૂરી કેફિયત રજૂ કરી હતી. આ સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

દુષ્કર્મના પગલે માસૂમ બાળકીની હાલત એટલી કફોડી થઈ ગઈ હતી કે, ત્રણ દિવસ સુધી બાળકીને રક્તસ્ત્રાવ બંધ થયો જ નહી. પરંતુ, સમાજમાં બદનામી અને ઈજ્જત જવાની બીકે પરિવાર દ્વારા આ હકીકત છુપાવામાં આવી હતી. પરંતુ, બુધવારના રોજ બાળકીના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેથી તેમણે તાત્કાલિક શહેરા પોલીસ સ્ટેશનમાં આવી બળાત્કારી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી.

બાળકીને સૌ પ્રથમ શહેરા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ચકચારી ઘટનાને પગલે નાના એવા ગામમાં અને પંથકમાં હોબાળો મચી જવા પામ્યો હતો. પોલીસ દ્વારા બનાવની ગંભીરતા જોતા ગણતરીના કલાકોમાં જ બળાત્કારી આરોપીને ઝડપી પાડી કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે કાર્યવાહી કર્યા બાદ ધરપકડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *