આ શહેરમાં પરિસ્થિતિ એટલી વકરી કે, દર્દીઓ ઘરેથી ખાટલો અને ઓક્સીજન લઈને સારવાર લેવા પહોચ્યા હોસ્પિટલ

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીરથી અતિગંભીર થઈ રહી છે. કોરોના દરરોજ હજારો લોકોને પોતાના શંક્જામાં લઇ રહ્યો છે અને વધુમાં વધુ લોકો કોરોનાને કારણે મરી રહ્યા…

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીરથી અતિગંભીર થઈ રહી છે. કોરોના દરરોજ હજારો લોકોને પોતાના શંક્જામાં લઇ રહ્યો છે અને વધુમાં વધુ લોકો કોરોનાને કારણે મરી રહ્યા છે. રાજકોટના આ દ્રશ્યો જોઇને તમારે પણ થોડી ગંભીરતા દાખવવાની જરૂર છે કેમ કે, હાલમાં કોઈ પણ હોસ્પિટલોમાં બેડ ખાલી રહ્યા નથી. હોસ્પિટલની બહાર દર્દીઓની લાઈનો પણ એટલી લાગી છે કે, અમુક દર્દીઓતો હોસ્પિટલ પહોચે એ પહેલા જ મૃત્યુ પામી રહ્યા છે. અને આવી પરિસ્થિતિ સર્જાતા કોવિડ હોસ્પીટલની બહાર દર્દીઓ જાતે પોતાના ઘરેથી ખાટલા અને ઓક્સિજન લઈને મોત સામેની લડત લડી રહ્યા છે.

રાજકોટમાં આવેલ ચૌધરી હાઈસ્કૂલમાં એમ્બ્યુલન્સની લાંબી લાંબી લાઈનો સાથે બીજા ગંભીર દ્રશ્યો પણ જોવા મળ્યા છે. દવાની લાઈનમાં ઉભેલા દર્દીઓની સાથે એમ્બ્યુલન્સની લાઈન અને હવે તો તેની સાથે દર્દીઓ ઘરેથી લાવેલા ખાટલાની લાઈન પણ જોવા મળે છે. જયારે આ ખાટલા સાથે ઓક્સિજનના બાટલા પણ લગાડવામાં આવ્યા છે.

સંવેદનશીલ સરકાર દ્વારા હોસ્પીટલમાં બેડની વ્યવસ્થા ન કરતા લોકો હવે જાતે પોતાના ઘરેથી ખાટલા લઈને આવે છે. કોરોનાની મહામારીને ગંભીર રીતે લેવી જોઈએ પણ ડરવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવાની જરૂર છે, આ દ્રશ્યો તમને ઘણું બધું કહી જાય છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,403 નવા કેસ નોંધાયા ચુક્યા છે તો કોરોનાના સંક્રમણના કારણએ 117 જેટલા લોકો મોતને ભેટ્યા છે આ સાથે જ 4,179 જેટલા દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગુજરાતમાં સૌથી વધારે ખરાબ હાલત બે મોટા મહાનગરોની થઇ છે. સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબુ થઇ ગયો છે. એકતરફ કોરોના વેક્સીનેશનનું કામ પુરપાટ ઝડપે ચાલુ છે અને બીજીબાજુ કોરોના દિવસેને દિવસે વધુમાં વધુ લોકોનો ભોગ લઇ રહ્યો છે અને વધુમાં વધુ લોકોના મોત થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *