ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ડુંગળીના વધતા ભાવ બદલ કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન સામે ફોજદારી કેસ

કેન્દ્રના ગ્રાહક બાબતે, અન્ન અને જાહેર વિતરણ પધ્ધતિઓના મંત્રી રામવિલાસ પાસવાને ડુંગળીના વધતા ભાવ મામલે લોકો સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાવી એમની સામે બિહારની કોર્ટમાં ફોજદારી ફરિયાદ સંબંધી કેસ થયો છે.

પોતાને સામાજિક કાર્યકર્તા ગણાવતી રાજુ નૈય્યર નામની વ્યક્તિએ મુઝફફરપુરની સિવિલ કોર્ટમાં મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીની કોર્ટમાં આ કેસ કર્યો છે. જેની સુનાવણી 12 ડિસેમ્બરે કરવામાં આવશે.

મુઝફફરપુર શહેરના રહેવાસી નૈય્યરે એમની ફોજદારી ફરિયાદમાં જણાવ્યું છે કે કેન્દ્રના ગ્રાહક બાબતો અન્ન અને જાહેર વિતરણ પધ્ધતિઓના પ્રધાન હોવા છતાં રામવિલાસ પાસવાન ડુંગળીના વધતા ભાવોને રોકી શક્યા નથી.

એમણે કાળા બજારના લીધે ડુંગળીના ભાવ વધી રહ્યાં હોવાનું જણાવીને પ્રજાને ગેરમાર્ગે દોરી છે. કેસ ભારતીય દંડસંહિતાની કલમ 420 (છેતરપિંડી અને અપ્રામાણિક આચરણ) ,506 (ધાકધમકી બદલ સજા) અને 379 (ચોરી બદલ સજા) અંતર્ગત કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.