દાંતા પાલનપુર હાઈવે પર જીપનું ટાયર ફાટતા સર્જાયો ખતરનાક અકસ્માત, બે લોકોના ઘટના સ્થળે જ મોત, 10 ઘાયલ

Palanpur Highway Accident: પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે.આ અકસ્માતની(Palanpur Highway Accident) ઘટનામાં 2ના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા છે,જયારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. માલ્ટા અહેવાલો મુજબ અકસ્માત સમયે પીકઅપ વાનમાં ખીચોખીચ શ્રમિકો ભર્યા હતા.

અકસ્માતમાં 2ના મોત, 10થી વધુ લોકો ઘાયલ
ડિવાઈડર પર ચઢતાં જ અચાનક પલ્ટી ખાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં હાઈવે પર લોકોનું ટોળું પણ એકઠું થયું હતું.જે બાદ આ અંગે 108ને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં અંધારીયા અને મુમનવાસ ગામ નજીક જ અકસ્માત થયો હતો. પાલનપુર અંબાજી હાઈવે પર અંધારીયા પાસે અકસ્માત 2ના મોત થતા ચકચાર મચી જવા પામી છે. મળતા અહેવાલ મુજબ દાતા તાલુકાના શ્રમિકોને લઈને મજૂરી અર્થે પાલનપુર તરફ પીકઅપ ડાલુ આવતું હતુ.જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

ટાયર ફાટતા ગાડી ડિવાઇડર પર ચઢીને પલટી
અકસ્માત થતા બે 108 ગાડી દ્વારા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મોટા ભાગે પહાડી અને ઢળાંગવાળો વિસ્તાર છે. દાંતા તાલુકામાં મોટાભાગે આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. દાંતા તાલુકામાં અનેકો બેફામ વાહન ચાલકોના લીધે અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે આ વિસ્તાર ઠળાંગ અને પહાડી હોવાના કારણે પણ અમુક વાર અકસ્માતો સર્જાતા હોય છે.

આ અકસ્માતના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો અને અને બે લોકોના મોત થયા છે તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેવાની તજવીજ હાથ ધરી હતી,આ સાથે જ અક્સ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ત્યારે આ બે વ્યક્તિના અકસ્માતમાં મોત થતા તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.