ગાંધીનગર(ગુજરાત): કોરોના સમયગાળા દરમિયાન ઘણી હોસ્પિટલોની બેદરકારીનો ખુલાસો થવા પામ્યો છે. ત્યારે એવો જ એક કિસ્સો ફરીવાર સામે આવ્યો છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર સારવાર લઈ રહેલા દર્દીઓને ભોજન આપવાની કામગીરી અક્ષયપાત્ર સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દાખલ અંદાજે 325 જેટલા દર્દીઓને ગયા બુધવારના રોજ આપવામાં આવેલા ભોજનમાંથી એક દર્દીને પીરસવા આવેલી દાળમાંથી મરેલી ગરોળી નીકળતા દર્દીઓ ફફડાટ છવાયો હતો.
દાળમાંથી ગરોળી નીકળી હોવાની જાણ દર્દીએ ફરજ ઉપર તબીબો તેમજ નર્સિંગ સ્ટાફને કરવામાં આવી હતી. જેને પરિણામે તાત્કાલિક અસરથી ભોજન દર્દીઓને પીરસવાનું બંધ કરીને ભોજનનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દર્દીના સગા દ્વારા સિવિલ અધિક્ષકને પણ લેખિતમાં જાણ કરવામાં આવી હતી. સિવિલ અધિક્ષકે ભોજન બાદ દીકરીએ ગરોળી અંગે અક્ષયપાત્ર સંસ્થાને જાણ કરી હતી.
સિવિલ હોસ્પિટલના દાખલ થયેલા દર્દીઓ માટે ભોજનમાંથી મરેલી ગરોળી નીકળવા અંગે સિવિલ અધિક્ષક ડો. નિયતિ લાખાણીને પૂછતાં તેમણે જણાવ્યું છે કે, દર્દીઓ માટેનું ભોજન અક્ષયપાત્ર સંસ્થામાંથી આવતું હોવાથી આ મામલે અક્ષયપાત્ર સંસ્થાના સંચાલકોને દર્દીઓ બનાવવામાં આવતા ભોજનના મામલે ખાસ તકેદારી રાખવા કડક સુચના આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મરેલી ગરોળીવાળું ભોજન કયા કન્ટેઈનરનું હશે તે જાણી શકાયું નહીં હોવાથી તમામ દર્દીઓની ખાસ દેખરેખ રાખવા અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી છે. જોકે, 24 કલાક પણ વધુ સમય થવા છતાં એક પણ દર્દીની તબીયત ન લથડતા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.