આ કોરોના કાળ દરમિયાન જે કામ સરકાર નથી કરી શકતી તે કામ કેટલાક સેવભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ કરી રહ્યા છે. તેમાંથી એક બોલીવૂડ સ્ટાર સોનુ સૂદ છે. સોનુ સુદની ટીમ દ્વારા બેંગ્લોરમાં સમયસર ઓક્સિજન પહોંચાડીને 22 કોરોના દર્દીઓના જીવ બચાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અડધી રાતે બેંગ્લોરના એઆરએકે હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
સોનુ સુદના ચેરિટી ફાઉન્ડેશનની ટીમને પોલીસ થકી આ જાણકારી મળી હતી. હોસ્પિટલમાં ઓક્સિજન વગર બે દર્દીઓનાં પહેલાં જ મોત થઈ ચુકયા હતા. આ વાતની જાણકારી મળ્યા બાદ ટીમના સભ્યો દ્વારા અડધી રાતે જ દોડધામ કરીને ઓક્સિજન સિલિન્ડરની શોધ ચાલુ કરવામાં આવી હતી. કલાકોની મહેનત પછી 15 ઓક્સિજન સિલિન્ડર હોસ્પિટલને પહોંચાડવામાં આવ્યા હતા.
આ અંગે સોનું સુદ કહે છે કે, ટીમ વર્ક અને દેશવાસીઓની મદદ કરવાના મક્કમ નિર્ધારના કારણે લોકોની મદદ થઈ શકે છે. જેવો અમને પોલીસનો ફોન આવ્યો કે, તરત જ અમે હોસ્પિટલને સિલિન્ડર પહોંચાડવા માટે મદદ શરુ કરી દીધી હતી. જો મોડું થતું હોત તો કેટલાય લોકો પોતાના સ્વજનોને ગુમાવી દેત.
સોનું સુદનું કહેવું છે કે, હું એ દરેકનો આભારી છું જેમણે આટલી જિંદગીઓ બચાવવા માટે ગઈકાલે રાત્રે મહેનત કરી હતી. તેઓ કહે છે કે, મારી ટીમના સભ્યોની લગન જ મને આગળ વધવાની પ્રેરણા આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.