લોકો મોગલ માંને ખુબ જ માને છે. જેથી લોકો મોગલ માં પ્રત્યે અપાર શ્રધ્ધા અને આસ્થા ધરાવે છે. માં મોગલ બધાની મનોકામના પૂર્ણ કરે છે. કબરાઉ ધામમાં મોગલ માંના પરચા ચારેબાજુ પ્રખ્યાત છે. જે અહિયાં આવે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે.
મોગલ માં બધા ભક્તોને પોતાના પરચા બતાવે છે. આવો જ એક પરચો થોડા સમય પહેલા બન્યો હતો. સુરેન્દ્રનગરથી ખોડાભાઈ તેના પરિવાર સાથે માનેલી માનતા પૂર્ણ કરવા કબરાઉ ધામમાં આવી પહોચ્યા હતા. તેમણે 5100 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કર્યા હતા. ત્યારે મણીધર બાપુએ એ જ રૂપિયા સાથે આવેલી દીકરીને આપી દીધા હતા. રૂપિયા આપતા જ લોકો મોગલ માતાની જય… લગાવવા લાગ્યા હતા.
મણીધર બાપુએ તેના પરિવારને આશીર્વાદ આપ્યા હતા અને તે રૂપિયા બાપુએ તેની દીકરીને પરત આપ્યા હતા અને કહ્યું કે, આ રૂપિયા તું તારી દીકરીને આપી દેજે. માં મોગલ એ તારી 151 ગણી માનતા સ્વીકારી છે અને મા મોગલ ખુશ થશે.
તે ઉપરાંત તેની પત્ની એ 602 રૂપિયા મોગલ માં ચરણોમાં અર્પણ કર્યા હતા તરત જ મણીધર બાપુએ તેના પૈસા પરત કરી દિધા અને કહ્યું કે તારી પણ માનતા માં મોગલે સ્વીકારી લીધી છે. આ કોઈ ચમત્કાર ન માનતા તમે મા મોગલ પર વિશ્વાસ અને શ્રધ્ધા રાખી છે એ જ તમને ફળી છે.