આ જુવાનીયાને સો સો સલામ! માથે બે-બે ગેસના બાટલા મૂકી આન-બાન-શાનથી લહેરાવ્યો તિરંગો – જુઓ વિડીયો

વાયરલ(Viral): ‘આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)’ કાર્યક્રમને કારણે દેશમાં એક અલગ જ પવન ફૂંકાઈ રહ્યો છે. દરેક જગ્યાએ માત્ર સ્વતંત્રતા દિવસને લઈને જ…

વાયરલ(Viral): ‘આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)’ કાર્યક્રમને કારણે દેશમાં એક અલગ જ પવન ફૂંકાઈ રહ્યો છે. દરેક જગ્યાએ માત્ર સ્વતંત્રતા દિવસને લઈને જ ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે, જેને લઈને દેશના ખૂણે-ખૂણેથી દરેક પ્રકારની તસવીરો અને વિડીયો સામે આવી રહ્યા છે. હાલમાં આવો જ એક વિડીયો વાયરલ(Viral video) થઈ રહ્યો છે, જેને જોઈને તમારી આંખો પહોળી થઇ જશે. વિડીયોમાં એક યુવક અનોખા અંદાજમાં તિરંગાને સન્માન આપવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Praveen Prajapat (@praveen_prajapat1)

આપણે સૌ જાણીએ છીએ કે, આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી, તેનો અંદાજો હાલમાં જ વાયરલ થઈ રહેલા આ વિડીયોને જોઈને લગાવી શકાય છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એક યુવક ગજબનું ટેલેન્ટ બતાવી રહ્યો રહ્યો છે, જેને જોઈને તમે પણ આ યુવકના બે મોઢે વખાણ કરવા લાગશો.

વિડીયોની શરૂઆતમાં, તમે એક યુવકને જોશો, જેણે તેના માથા પર બે કાચના ગ્લાસ રાખ્યા છે. આ કાચના ગ્લાસની ઉપર તેણે બે ગેસના સિલિન્ડર પણ રાખ્યા છે. સિલિન્ડરનું બેલેન્સ જોઈને તમે એક મિનિટ માટે પણ આ વિડીયોને જોઈને તમારી નજર હટાવી શકશો નહીં. આ દરમિયાન યુવક હાથમાં તિરંગો ફરકાવતો જોવા મળે છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘મા તુઝે સલામ.’ આ વિડીયો ઈન્ટરનેટ પર ઘણો જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે, જ્યારે 20 હજારથી વધુ લોકોએ આ વિડીયોને લાઈક કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *