ગુજરાત(Gujarat): વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો આ કિસ્સામાં પાંચ વર્ષનો બાળક બે ચલણી સિક્કા(Swallowed Coin) ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના તમામ લોકો સુધી પહોચે અને વાલીઓ તેના બાળક પ્રત્યે સાવચેત બને. આ કિસ્સો પાટણ(Patan)થી સામે આવ્યો છે.
જો વાત કરવામાં આવે તો પાટણના તબીબોની આગવી તબીબી સુવિધા પાટણ પંથક સહિત રાજસ્થાન સુધીના દર્દીઓમાં ખુબ જ લોકપ્રિય બની રહી છે. ત્યારે પાટણના એક જાણીતા ડોક્ટર દ્વારા બે ચલણી સિક્કા ગળી ગયેલ પાંચ વર્ષના બાળકની હોજરીમાંથી સર્જરી કર્યા વિના જ બહાર કાઢી બાળકને નવજીવન આપતા પરિવારજનો દ્વારા તબીબ સહિત સમગ્ર સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જાણો શું છે સમગ્ર ઘટના:
મળતી માહિતી અનુસાર, પાટણ શહેરમાં રહેતા એક પરિવારના પાંચ વર્ષનો બાળક રમત રમતમાં બે ચલણી સિક્કા મોઢામાં ગળી ગયો હતો. જેને કારણે પરિવારજનોએ અનેક નુસખા અજમાવ્યા હતા અને 15 દિવસ સુધી પાંચ વર્ષનું બાળક ગળી ગયેલા સિક્કા શરીરની બહાર નીકળી જશે તેવી આશા રાખીને બેઠા હતા. પરંતુ અનેક પ્રયાસો કરવામાં આવ્યા છતા પણ 5 વર્ષનું એક બાળક ગળી ગયેલ 2 સિક્કા બહાર ન નીકળતા અંતે પરિવારના સભ્યોએ પાટણ શહેરની નિષ્ઠા સર્જીકલ હોસ્પિટલના ડો. વિપુલ યાજ્ઞિકને ત્યાં આવ્યા હતા અને સઘળી હકીકત જણાવી હતી.
ત્યારબાદ ડોક્ટર દ્વારા બાળકને તપાસી રોથ નેટ બાસ્કેટની મદદથી એન્ડોસ્કોપી દ્રારા કોઈપણ જાતના ચેકા વગર સફળતાપૂર્વક બાળકના હોજરીમાં ફસાયેલા બંને ચલણી સિક્કાઓને બહાર કાઢ્યા હતા અને નવજીવન બક્ષી માત્ર 3 કલાકમાં જ બાળકને રજા આપવામા આવતા બાળકના પરિવારજનો દ્વારા ડો.યાજ્ઞિક સહિત સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.