નકલી અધિકારી, PA, હળદર, ધી અને ઓફિસ બાદ નકલી જીરૂનું કૌભાંડ… મહેસાણાના ઊંઝામાં 24,720 કિલો નકલી જીરૂ ઝડપાયું

Fake Jeero caught in Mehsana: રાજ્યના મહેસાણાના ઊંઝામાંથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. ગંગાપુરા રોડ પર શંકાસ્પદ 24 હજાર 720 કિલો જીરૂ પકડવામાં આવ્યું છે. હલકી ગુણવત્તાની વરિયાળી, ભુસુ, ગોળની રસી અને પથ્થરના પાવડરથી બનાવાતુ જીરૂ (Fake Jeero caught in Mehsana) હતુ. મહેસાણા ફૂડ વિભાગે ફેક્ટરીમાં રેડ પાડવામાં આવી હતી. 240 કિલો પાવડર મિક્સ, 630 લિટર ગોળની રસી, 5300 કિલો વરિયાળી લુઝ જપ્ત કરાયો છે.

માલિક ધર્મેન્દ્ર પટેલે ફૂડ વિભાગ પર કર્યા આક્ષેપ
ફેક્ટરીના માલિકએ દાવો કર્યો છે કે, પશુઆહાર છે જીરૂ નહિં તેમજ મકાઈનો લોટ અને ગોળની રસી ચડાવેલ વરિયાળી પશુ આહાર હોવાનો ફેકટરી માલિકનો દાવો છે. પશુ આહાર બનાવવા માટે કોઈ પરવાનગી નહિ લીધી હોવાની પણ કબુલાત કરી છે. માલિક ધર્મેન્દ્ર પટેલે ફૂડ વિભાગ પર ખોટી રેડ પાડવામાં આવી છે તેવા આરોપ લાગાવ્યા છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર શું કહ્યું
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા ખાતેથી આશરે રૂ. 89 લાખની કિંમતના 31,000 કિલોગ્રામ જેટલો બનાવટી જીરાનો જથ્થો પકડવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મહેસાણા ટીમ દ્વારા મળેલી માહિતીના આધારે ઊંઝાના ગંગાપુરા રોડ ખાતે આવેલી ફેકટરીમાં રેઇડ કરતા વેપારી ધર્મેન્દ્રકુમાર પટેલ દ્વારા સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં મિક્ષ પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જણાયું હતું.

મળેલી માહિતી અનુસાર, જીરામાં ભેળસેળ કરતા હોવાનું જણાતા સ્થળ પરથી “ગોળ ની રસી”નો 643 લીટર જથ્થો, “મિક્ષ પાઉડર” નો 258 કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો 5,298 કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો 24,718 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે. સ્થળ પરથી જીરું, ગોળની રસી (એડલટ્રન્‍ટ), મિક્ષ પાઉડર અને વરિયાળી મળીને કુલ 4 નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે તમામ જથ્થો મળી આશરે રૂ. 89 લાખની કિંમતનો 31,000 કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા પછી કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

નકલી જીરૂ
મહેસાણાનું ઊંઝા અને જીરું એટલે એકબીજાના પ્રયાય. એશિયાનું સૌથી મોટું જીરા માર્કેટ એટલે ઉઝામાં આવેલું છે. જ્યાં જીરામાં ખેડૂતોના વિશ્વાસ રાખી સોદા કરે છે પણ ઊંઝાની આ ઓળખને નકલી જીરૂ બનાવતી ફેક્ટરીએ ઝાંખી પાડી છે. ઊંઝાના જીરાની વિશ્વભરમાં માંગ હોય છે જેનો ફાયદો ઉઠાવી કેટલાક લોકો નકલી જીરૂ બનાવી રહ્યાં છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *