સરકારી આવાસમાં ધમધમી રહી હતી દારૂની નકલી ફેક્ટરી- શખ્સ આ રીતે લોકોને ઉતારતો હતો ગોળીમાં

અમદાવાદ(Ahmedabad): શહેરમાં અવારનવાર અનેક દારૂના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હવે શહેરમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી(Counterfeit liquor factory) મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના નિર્ણય નગરમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, રેવા આવાસ યોજનામાં નકલી દારૂ બનાવવાનું કારખાનું પકડી પાડવામાં આવ્યું છે. વાડજ પોલીસે 78 બોટલ દારૂ સહિત ખાલી બોટલ, બુચ, ડુપ્લીકેટ દારૂ માં નાખવાનું કેમિકલ ઝડપી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર મોંઘી બોટલમાં સસ્તો દારૂ બનાવીને ગ્રાહકો ને ઊંચા ભાવે વહેંચવામાં આવતો હતો.

જેમાં કોઈ નીલેશ રાઠોડ કરીને કોઈ વ્યકિત દારુ બનાવીને વેચતો હોય તેવી માહિતી સામે આવી છે. જાણવા મળ્યું છે કે આ નીલેશ રાઠોડ પોલીસ ચોપડે ફરાર બતાવી રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *