સુરત: સરથાણા ખાતે આવેલ ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડનમાં સિંહણે ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો- જુઓ વિડીયો

સુરત(ગુજરાત): તારીખ 30/5/2022ને સોમવારના રોજ સરથાણા(Sarthana) ખાતે આવે સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation)ના ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન(Dr. Shyamprasad Mukherjee Zoological Garden), નેચર પાર્કમાં સિંહણ…

સુરત(ગુજરાત): તારીખ 30/5/2022ને સોમવારના રોજ સરથાણા(Sarthana) ખાતે આવે સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation)ના ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન(Dr. Shyamprasad Mukherjee Zoological Garden), નેચર પાર્કમાં સિંહણ વસુધાને પ્રસવ પીડા થતા બોપરના 3:33 વાગ્યાથી 11:30 દરમિયાન 3 બચ્ચાઓને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

આ વસુધા સિહણને નર આર્ય સાથે 7/11/2020ના રોજ જંગલ સફારી, નયા રાયપુર ઝૂમાંથી નેચરપાર્ક ખાતેથી મેળવવામાં આવેલા હતા. નેચરપાર્કના પશુ તબીબી અધિકારી અને ઝૂ સુપ્રીન્ટેન્ડન્ટ અને નાય સુપરવાઈઝરી સ્ટાફ દ્વારા સિહણ વસુધા અને તેના ત્રણ બચ્ચાઓની CCTV કેમેરાની મદદથી દેખરેખ રાખવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આઠ વર્ષની ઉંમર ધરાવતી વસુધા સિંહણની આખી પ્રસુતિ પ્રક્રિયા 8 કલાક સુધી ચાલી હતી જેનું નેચર પાર્કના અધિકારીઓ-કર્મચારીઓએ CCTV કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. ઝૂ ના પશુ તબીબી અધિકારી દ્વારા નવા જન્મેલ બચ્ચાઓ પ્રતિ સિંહણ કાઈ રીતે વર્તન અપનાવે છે તેની સતત દેખરેખ રાખવામાં આવી હતી. આ વસુધા સિંહણની દેખરેખ જ બચ્ચાઓના ભવિષ્યની તંદુરસ્તી અને જીવનકાળ નક્કી કરશે.

જણાવી દઈએ કે, તમામ બચ્ચોનું ત્રણ માસે વેક્સીનેશન થયા બાદ જ જાહેર જનતાના પ્રદર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે. જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *