વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાજકોટના આખા પરિવારે એવું પગલું ભર્યું કે, જાણી…

તાજેતરમાં રાજકોટમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આખા પરિવારે અઘટિત પગલું ભર્યું છે. જાણવા મળ્યું છે કે, રાજકોટ શહેરના કેકેવી ચોક વિસ્તારમાં ટ્યુશન ક્લાસ ચલાવતા સંચાલક ત્રણ દિવસથી પત્ની તેમજ પુત્રી સાથે ઘર છોડીને ચાલ્યા ગયા છે. કાલાવડ રોડ વિસ્તારમાં આવેલા પ્રદ્યુમન વિલામાં રહેતા વિજય ગોરધનભાઈ મકવાણા, પત્ની કાજલ તેમજ 11 વર્ષની દીકરી લાપતા હોવાનું સામે આવ્યું છે.

આ અંગે જાણવા મળ્યું છે કે, વિજયભાઈએ પ્રદ્યુમન બિલ્ડર ગ્રૂપના જે.પી.જાડેજા પાસેથી રૂ.2.5 કરોડ વ્યાજે લીધા હતા. જેની સામે હવે પઠાણી ઉઘરાણી શરૂ થઈ છે. આ પટેલ પરિવારે પોલીસ કમિશનરને સંબોધીને એક પત્ર પણ લખ્યો છે. વ્યાજે લીધેલા રૂપિયાના બદલમાં તેમણે પ્રદ્યુમન વીલામાં પોતાના એક ફ્લેટનો કેટલોક ભાગ જે.પી. જાડેજાને આપી દીધો હતો.

હાલ પઠાણી ઉઘરાણીથી કંટાળીને તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા છે. તા.11ના રોજ બપોરના સમયે વિજયભાઈ, પત્ની કાજલબેન તથા પુત્રી મંદિરે જવાનું કહીને ઘરેની નીકળી ગયા હતા. વિજયભાઈનો મોબાઈલ પણ સ્વીચઓફ થઈ ગયો હતો. વિજયભાઈ પરિવાર સહિત લાપતા થતા સંબંધી કિરણભાઈ દ્વારા એમના ઘર તથા રૂમમાં તપાસ કરવામાં આવી હતી. એમના રૂમમાંથી વિજયભાઈએ પોલીસ કમિશનરને સંબોધીને લખેલી ત્રણ પાનાની ચિઠ્ઠી પણ મળી આવી હતી.

આ પત્રમાં તેમણે પોતાની આપવીતી સાથે તમામ હકીકત જણાવી છે. આ ઉપરાંત વિજયભાઈએ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી છે. બીજી તરફ વિજયભાઈએ એવું પણ જણાવ્યું છે કે, તા.13 સુધીમાં એમની કોઈ જાણ ન થાય તો ત્રણેયને મૃત્યુ પામેલા સમજવા. વિજયભાઈ લખ્યું છે કે, તેઓ પરિવાર સાથે આત્મહત્યા કરી લેશે. જેથી ઝડપથી આ અંગે તપાસ થવી જરૂરી છે.

પત્રમાં એવું પણ લખ્યું છે કે, વર્ષ 2013માં ધંધાના વિકાસ માટે કેકેવી હોલ પાસે મોટું બિલ્ડિંગ બનાવ્યું હતુ. 33 ટકાના ભાગમાં અન્ય એક પાર્ટનર હતો. પણ એ પાર્ટનર પૈસાની વ્યવસ્થા ન કરી શકતા પૈસાની જરૂરિયાત હોવાથી પ્રદ્યુમન બિલ્ડર ગ્રૂપના જે.પી. જાડેજા પાસેથી અઢી કરોડ લીધા હતા.

આ ઉપરાંત, એની સાથે મળી પીએન એસોસિએટ નામની ભાગીદારી પેઢી તૈયાર કરી હતી. જાણવા મળ્યું છે કે, જે.પી.જાડેજાએ એમના પરિવારની ત્રણ મહિલાને 10-10 ટકા ભાગ આપ્યો હતો. વિજયભાઈ જે.પીને દર મહિને 7.50 લાખ વ્યાજ પેટે ચૂકવતા હતા. વર્ષ 2019 સુધી આ રકમ આપવામાં આવતી. પણ મહાનગર પાલિકા દ્વારા ટેકનિકલ કારણોસર બિલ્ડિંગના કામમાં બ્રેક મારી દેતા વિજયભાઈ આર્થિક મુશ્કેલીમાં મૂકાયા હતા.

જાણવા મળ્યું છે કે, બેંકમાંથી લીધેલી લોનના હપ્તા ભરવાના પૈસા પણ ખૂટી ગયા હતા. વ્યાજ ચૂકવવામાં મોડું થતા એમના તરફથી ધમકીઓ શરૂ થઈ ગઈ હતી. વિજયભાઈ બેંકના હપ્તા ન ભરી શકતા જે.પીએ બેંકના 6.80 કરોડ ભરી દીધા હતા. જ્યારે બિલ્ડિંગ વેચાય ત્યારે 9.30 કરોડ આપી દેવાનું કહ્યું હતું. જ્યારે ઈમારતની કિંમત 15 કરોડ આસપાસ થાય છે.

બિલ્ડિંગ પી.એન. એસોસિએટના નામે હોવાથી જે.પી. જાડેજાએ બેંકના નાણા ભરતી વખતે છેત્તરપિંડીથી બિલ્ડિંગનો વિજયભાઈનો ભાગ પોતાના નામે કરાવી લીધો હોવાનું સામે આવ્યું છે. વિજયભાઈના લેવાના નીકળતા 4 કરોડ પાછા નહીં આપતા વિજયભાઈની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. આ ઉપરાંત પત્રમાં વિજયભાઈએ સ્પષ્ટતા કરી છે કે, આ 4 કરોડની રકમ નહીં મળે તો પરિવાર સાથે આત્મહત્યા કરશે.

તાલુકા પોલીસ દ્વારા આ પરિવારને શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘર છોડતા પહેલા વિજયભાઈએ જે.પી. જાડેજાને પણ પત્ર લખ્યો છે. જેમાં લખ્યું હતું કે, જે.પી.જાડેજાને કારણે એની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. ઘરનું ભાડું ભરવાના પૈસા નથી અને જમવાના પણ ફાંફા છે.

વિજયભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, છેત્તરપિંડી કરીને હરાન પરેશાન કરવા ઉપરાંત પરિવારની સ્ત્રીઓ પર પણ અત્યાચાર કર્યો છે. આ પરિવાર આત્મહત્યા કરશે તો પોતે ફસાઈ જશે એવા વિચારથી જે.પી.જાડેજા માલવીયા નગર પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. ત્યાં તેમણે એક અરજી આપી આ પરિવારની આત્મહત્યા પાછળ પોતે જવાબદાર નથી એવો બચાવ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *