બિલાડી ખોવાઈ જતા અમદાવાદી મહિલા ગોતનારને આપશે 21,000નું રોકડ ઇનામ

રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી એક એવી જાણકારી સામે આવી છે કે, જેને આજ સુધી તમે ક્યારેય સાંભળી પણ નહીં હોય ત્યારે આવો જાણીએ આ ચોંકાવનાર જાણકારી અંગે. માણસ ગુમ જાય તો એની તપાસ કરવા માટે અનેકવિધ પ્રયાસ કરવામાં આવે છે.

જયારે કેટલાક કિસ્સામાં કોઈ પાલતુ પ્રાણી ખોવાઈ જાય તેમજ તેને શોધી લાવનારને ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવે તો કુતુહલ પમાડે એવી બાબત રહેલી છે. અમદાવાદમાં આવેલ સાઉથ બોપલ વિસ્તારમાં રહેતાં એક પરિવારની પાલતુ બિલાડી ખોવાઈ જતાં પરિવાર દ્વારા તેને શોધવા માટે આકાશ પાતાળ એક કરી દેવામાં આવ્યું છે. તેમણે બિલાડીને શોધનારને 21,000 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

બિલાડીને શોધવા દિવાલો પર પોસ્ટર લગાવ્યાં:
મળી રહેલ જાણકારી મુજબ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતો પરિવાર થોડા દિવસથી પરેશાન છે. તેમના પરિવારમાં એક પાલતુ બિલાડી ગુમ થઈ જતાં પરિવારનો સભ્ય ખોવાઈ ગયો હોય તેટલું દુઃખ થયું છે. તેમણે પોતાની લાડકી બીજલી નામની બિલાડીને શોધવા માટે આકાશ પાતાળ એક કરી દીધું છે.

આટલું જ નહીં પણ તેમણે અનેક જગ્યાના CCTV ફૂટેજ પણ ચેક કરાવ્યાં છે એમ છતાં પણ બિલાડીની કોઈ ભાળ મળી નથી. તેમણે બિલાડીને શોધવા માટે દિવાલો પર પોસ્ટર પણ લગાવી દીધા છે. તેમણે બિલાડી શોધી આપનારને 21,000નું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.

પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી:
શહેરમાં આવેલ સાઉથ બોપલ વિસ્તારમાં રહેતાં જીતેન્દ્ર દિવાસી તેમજ પૂજા ગુલહારે થોડા દિવસથી દુઃખી છે. કારણ એ છે કે, તેમની ખોવાયેલ બિલાડી મળતી નથી. 4 ઓગસ્ટના રોજ તેમની બિલાડી બિજલી અચાનક ગુમ થઈ જતા  તેમણે રાત્રે 3 વાગ્યા સુધી આજુબાજુના ઘરમાં તપાસ કરીને CCTV ફૂટેજ તપાસ્યાં હતા.

એમ છતાં પણ બિલાડીની ભાળ મળી ન હતી ત્યારે આ પરિવાર દ્વારા કોઈ વ્યક્તિ કે બાળક ગુમ થયું હોય એ રીતે એક પોસ્ટ બનાવીને લિફ્ટ પાસે મિસિંગ કેટના ફોટો સાથે પોસ્ટર લગાવી દેવામાં આવ્યા હતાં. ત્યાં સુધી કે પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી પણ બિલાડી હજુ મળી આવી નથી.

પાર્શિયન બ્રિડની બિલાડીની જોડી ખરીદી હતી:
જીતેન્દ્ર દિવાસી સાઉથ બોપલમાં બીનોરી સ્કીમમાં રહે છે કે, તેમણે પાર્શિયન બ્રિડની બિલાડીની જોડીની ખરીદી કરી હતી. જે અચાનક ગાયબ થઈ જતાં હવે તેમની સાથે તેમનો આખો પરિવાર ચિંતિત રહેલો છે. તેમણે જણાવ્યું હતું કે, બિજલીને શોધવા અનેક પ્રકારની જહેમત ઉઠાવી હતી પણ તેની કોઈ જાણ મળી નથી. હવે તેને શોધવા માટે પોસ્ટર બનાવ્યાં છે તેમજ જે કોઈ વ્યક્તિ તેને શોધીને આપે તો તેને 21,000 નું ઈનામ પણ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *