હાલમાં જ ગુજરાત સહિત સમગ્ર વિશ્વભરમાં સેકડો લોકોએ નવરાત્રીનો પાવન પર્વ ઉજવ્યો અને મા અંબેની આરાધના કરી. કહેવાય છે કે નવરાત્રીમાં દીકરીઓની પૂજા થાય છે, પરંતુ ગુજરાતમાં નવરાત્રીના આઠમા નોરતે એક દીકરી પોતાના જ પિતાના હાથે હણાઇ હતી.
ગીર સોમનાથના તાલાલામાં એક પરિવારે તાંત્રિક વિધિના રવાડે ચડી દીકરીની બલિ ચડાવી દીધી હતી. આટલા દિવસ બાદ આ ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં હડકંપ મચી ગયો છે. પરિવારે અડધી રાતે જ દીકરીની બલી ચડાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. આ ઘટના અંગે એક વ્યક્તિએ એસપીને જાણ કરી હતી ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
આ સમગ્ર ઘટના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામે રહેતા અકબરી પરિવારની છે. જાણવા મળ્યું છે કે, ભાવેશ અકબરી તેની પત્ની અને પુત્રી ધૈર્યા સાથે સુરતમાં રહેતા હતા. પરંતુ એક વર્ષ પહેલા પુત્રી અને પત્નીને ધાવા મૂકી ગયો હતો. 14 વર્ષીય ધૈર્યા ધાવા નજીકના શૈક્ષણિક સંકુલમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતી હતી.
View this post on Instagram
તાંત્રિક ની વાતમાં આવી ગયો ભાવેશ…
સુરતમાં ભાવેશ અકબરી અજાણ્યા તાંત્રિકની વાતમાં આવી ગયો હતો, અને પુત્ર પ્રાપ્તિની લાલચમાં છેલ્લા એક મહિનાથી ધાવામાં આવી ગયો હતો. ભાવેશના મનમાં શું હતું તે તો ફક્ત તેનું મન જ જાણતું હતું. તે પરિવારને લઈને નવરાત્રી દરમિયાન માધુપુરના હનુમાનજી મંદિર પાસે આવેલી તેમની વાડીએ રહેવા જતો રહ્યો હતો.
ત્યાં જઈને ભાવેશે તેની પુત્રી પર તાંત્રિક વિધિ શરૂ કરી હતી. અને નવરાત્રિના આઠમા નોરતે દીકરી ધૈર્યાની બલી ચડાવી દીધી હતી. બે દિવસ પહેલા જ ગામના એક વ્યક્તિએ આ ઘટનાની જાણ ત્યાંના એસપીને કરી હતી.
માહિતી મળતા જ તપાસનો ધમધમાટ શરૂ…
ઘટનાની જાણ થતા જ ખુદ એસપી મનોહરસિંહ જાડેજા ધાવા દોડી આવ્યા હતા. આ સાથે જ પોલીસ સ્ટાફ અને મામલતદાર પણ સાથે હતા. તપાસ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી તાંત્રિક વિદ્યા માટે વપરાયેલા સામાન અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, લોબાન અને શ્રીફળ મળી આવ્યા હતા. સાથો સાથ પોલીસને ધૈર્યાના વાળ અને પગલાની ફૂટ પ્રિન્ટ પણ મળી હતી.
દીકરીની હત્યા પછી પણ તાંત્રિક ક્રિયા કરાવતો રહ્યો ભાવેશ…
દીકરી ધેર્યાની બલી ચડાવ્યા બાદ, સતત ચાર દિવસ સુધી દીકરીના મૃતદેહ પાસે ભાવેશ અકબરી તાંત્રિક વિધિ કરાવતો રહ્યો હતો. જેથી તે જીવતી થાય. પરંતુ દીકરી જીવિત ન થતા ગયા શુક્રવારે મોડી રાત્રે ત્રણ વાગ્યે દીકરીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.