બોલીવુડની સિંહણ કંગના રનૌત માટે ચાહકે બનાવ્યું રેપ સોન્ગ, સાંભળીને અભિનેત્રી થઈ ભાવુક- જુઓ વિડીયો

પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. કંગના રાનૌતનાં કામથી ઇમ્પ્રેસ થઈને તેનાં એક ફેન દ્વારા કંગનાને ટ્રીબ્યુટ આપતુ એક રેપ…

પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. કંગના રાનૌતનાં કામથી ઇમ્પ્રેસ થઈને તેનાં એક ફેન દ્વારા કંગનાને ટ્રીબ્યુટ આપતુ એક રેપ સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.

સુશાંત કેસમાં ખૂબ સક્રિય હતી કંગના :
બોલિવૂડ પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં કંગના રાનૌત ખૂબ સક્રિય જોવા મળી હતી. આ કેસમાં નેપોટિઝમ તથા બોલિવૂડ માફિયા જેવા એંગલની એન્ટ્રી પણ કંગના દ્વારા જ કરાવવામાં આવી હતી. જેને લીધે કંગનાને સુશાંતનાં ફેન્સનું ખૂબ સમર્થન મળ્યું હતું. કેટલાંક લોકોએ કેસને ભટકાવવા જેવા પણ આક્ષેપ કંગના પર લગાવવામાં આવ્યો હોવાં છતાં સમાજનો એક વર્ગ સતત તેની સાથે ઉભો રહ્યો હતો.

રેપ સોન્ગ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ :
કંગના રનૌતનાં કામથી ખુશ થઈને તેનાં એક ફેન દ્વારા તેનાં પર એક રેપ સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે કે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. 2 મિનિટ જેટલા આ વીડિયોમાં એક ફેન કંગનાને ટ્રીબ્યૂટ આપી રહ્યો છે. ફેનની નજરે કંગના એક એવી સિંહણ છે કે, જે વન મેન આર્મી બનીને સૌ લોકોનો સામનો કરી રહી છે તથા સુશાંતને ન્યાય અપાવવામાં પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વીડિયો જોઈ કંગના થઈ ભાવુક :
કંગના માટે લખવામાં આવેલ આ સોન્ગની લાઇન્સ ખૂબ રસપ્રદ છે તથા તમામ લોકોનું ધ્યાન ખેંચી શકે તેવી છે કે, જે વીડિયો જોઈને કંગના પણ ભાવુક થઈ ગઈ છે. કંગનાએ વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, આ ફેનનો હૃદયથી આભાર. કંગના તેને જનતાનો પ્રેમ માને છે.

કંગનાએ આ વીડિયો શેર કરતા જણાવ્યું હતું કે, મે હાલમાં જ આ વીડિયો જોયો. મારી પાસે માત્ર આપ સૌનો પ્રેમ આશીર્વાદ છે. આભાર. જો કે, કંગના માટે બનાવવામાં આવેલ આ સૌપ્રથમ વીડિયો નથી. ફર્ક ખાલી એટલો જ છે કે, પહેલાં બનાવવામાં આવેલ વીડિયોમાં કંગનાને ટ્રોલ કરતા વીડિયો વધુ જોવા મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *