સોનું ભાઈ મારી ગર્લફ્રેન્ડ iPhone માંગી રહી છે, સોનું સુદે એવો જવાબ આપ્યો કે જે જાણીને તમે પણ ખડખડાટ હસી પડશો

કોરોનાના સંક્રમણ વચ્ચે સોનુ સૂદે દરેક જરૂરિયાતમંદોને મદદ કરીને એક મસીહા સાબિત થયા. તેમણે આજ સુધીમાં ઘણા જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. તેણે હોસ્પિટલમાં ઓક્સિજન…

કોરોનાના સંક્રમણ વચ્ચે સોનુ સૂદે દરેક જરૂરિયાતમંદોને મદદ કરીને એક મસીહા સાબિત થયા. તેમણે આજ સુધીમાં ઘણા જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. તેણે હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર, બેડ, દવાઓની પણ વ્યવસ્થા કરી છે. ત્યારે તે ટ્વિટર દ્વારા ચાહકોને મદદ કરતા પણ જોવા મળે છે. આ દરમિયાન કેટલાક કિસ્સા એવા પણ આવે છે જ્યારે સોનુ સૂદ ખુદ પોતાનું હાસ્ય રોકી શકતા નથી. એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એક યુઝરે સોનુને એક વિચિત્ર પ્રકારની ફરિયાદ કરી છે. એક ચાહકે સોનુ સૂદને તેની ગર્લફ્રેન્ડને દેવા માટે આઇફોન માંગ્યો છે.

એક ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે, ‘એન્જિનિયરિંગ બોય’ નામના એક ટ્વિટર એકાઉન્ટમાં સોનુ સૂદને ટેગ કરવામાં આવ્યું અને લખ્યું, ‘ભાઈ મારી ગર્લફ્રેન્ડ આઇફોન માંગે છે, શું તમારાથી કંઇક થઈ શકે છે ?’ હવે આ ટ્વિટ વાંચ્યા પછી સોનુ સૂદે એક રમૂજી જવાબ આપ્યો અને લખ્યું કે, તેના વિશે કઈ ખબર નહિ, પરંતુ જો તમે આઇફોન આપો છો, તો તમારા માટે કંઇ રહેશે નહીં. સોનુએ તેની સાથે હસીને ઇમોજી પણ શેર કર્યા.

સોનુ સૂદની આ પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. લોકો હજી પણ તેમની પાસે મદદ માટે આજીજી કરતા જોવા મળે છે. ચાલો તમને જણાવી દઈએ કે સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને લોકોને મદદ કરવા તમામ કોશિશ કરે છે.

અમે તમને જણાવી દઈએ કે, સોનુ સૂદ છેલ્લા કેટલાક સમયથી પોતાના નવી ગાડીને લઈને હેડલાઇન્સમાં છે. તાજેતરમાં જ અભિનેતાએ તેમના પુત્ર ઇશાંતને નવી મર્સિડીઝ કાર ભેટમાં આપી છે. જેની કિંમત 3 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. એક વીડિયો પણ યુટ્યુબ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સોનુ સૂદ વાહનની ડિલીવરી લેતો નજરે પડે છે. ત્યારબાદ તે પોતાના બાળકોને બહાર ફરવા નીકળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *