સલમાન ખાન પહેલીવાર એવી ફિલ્મ કરવા જઈ રહ્યો છે કે, જોઇને લોકોની આંખો પહોલીને પહોળી જ થઇ રહી જશે

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ફરી એકવાર ડિટેક્ટીવની ભૂમિકામાં જોવા મળશે. જો કે, આ વખતે તે એક સાચી વાર્તા પર આધારિત ફિલ્મમાં કામ કરશે, જેમાં તે…

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ફરી એકવાર ડિટેક્ટીવની ભૂમિકામાં જોવા મળશે. જો કે, આ વખતે તે એક સાચી વાર્તા પર આધારિત ફિલ્મમાં કામ કરશે, જેમાં તે દેશના સૌથી પ્રખ્યાત જાસૂસ રવીન્દ્ર કૌશિકની ભૂમિકા ભજવશે.

સલમાન ખાન બોલિવૂડનો સદાબહાર સ્ટાર છે. તે કોમેડી, રોમાંસથી લઈને એક્શન ફિલ્મોમાં તમામ પ્રકારની ભૂમિકા માટે જાણીતો છે. તેઓ કોઈપણ ભૂમિકામાં બંધ બેસે છે.

આ સિવાય સ્ટારની તસવીર કોઈ પણ ફિલ્મની રકઝક કમાવામાં મદદરૂપ થાય છે. તો દિગ્દર્શક રાજકુમાર ગુપ્તાએ તેની આગામી ફિલ્મ માટે તેને સાઇન કરી દીધી છે. રાજકુમાર ગુપ્તાની ફિલ્મમાં સલમાન ખાન 32 વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત બાયોપિક ફિલ્મમાં કામ કરશે.

નિર્દેશક રાજકુમાર ગુપ્તાની આગામી ફિલ્મમાં સલમાન ખાન ભારતીય જાસૂસ રવિન્દ્ર કૌશિકની ભૂમિકા નિભાવવા તૈયાર છે, જેને બ્લેક ટાઇગર તરીકે ઓળખવામાં આવે છે.

અકલ્પનીય અને આઘાતજનક વાર્તા

મીડિયા અહેવાલો અનુસાર, રાજકુમાર ગુપ્તાની આ ફિલ્મ એક એક્શન થ્રિલર છે, જે ભારતીય ઇતિહાસની અવિશ્વસનીય સાચી વાર્તા પર આધારિત છે. અહેવાલ મુજબ રવિન્દ્ર કૌશિક આજ સુધી ભારતના સર્વશ્રેષ્ઠ જાસૂસ હતા.

આ ફિલ્મ તેના જીવન પર આધારિત છે. કૌશિક બ્લેક ટાઇગર તરીકે ઓળખાય છે. રાજકુમાર ગુપ્તા છેલ્લા 5 વર્ષથી તેમના જીવન પર સંશોધન કરી રહ્યા છે અને અંતે તેમણે એક સ્ક્રિપ્ટ તૈયાર કરી છે.તેણે સલમાન ખાનને સ્ક્રિપ્ટ સંભળાવી હતી જેણે આ ફિલ્મ સિદ્ધાંતરૂપે કરવા માટે સંમત થઈ ચૂક્યા છે. ભારતીય ગુપ્તચર ઇતિહાસની આ સૌથી ચોંકાવનારી વાર્તા છે.

સલમાન ખાન ઘણા સમયથી તેની ફ્લોપ ફિલ્મ રાધે ને લઈને ચર્ચામાં હતો. હવે તે, તેની આગામી બાયોપિક ફિલ્મ ને લઈને ચર્ચામાં છે. લોકો આ વાત ઉપર ઘણી રુચિ ધરાવે છે. કે સલમાન ખાન પહેલી વખત બાયોપિક ફિલ્મ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *