Murder in valsad: જીલ્લાના પારડી (Pardi)ના રોહિણા (Rohina)માં પિતા-પુત્ર વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન કુહાડીના ઘા ઝીંકી પિતાએ પુત્રની દર્દનાક હત્યા (Murder in valsad) કરી નાખી હતી. ત્યાર બાદ પિતાની તબિયત પણ લથડી હતી. જેથી તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર મામલે હાલમ તો પારડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતા એક ખેડૂતે તેમની જમીનમાં ઊગેલાં ઝાડ કપાવી નાખ્યા હતાં. જેમાંથી તેણે 4 લાખથી વધુની આવક થઈ હતી. જેથી ખેડૂતના પુત્ર દ્વારા તેમની જમીનમાં ઘર બનાવવા માટે પિતા પાસે વારંવાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પિતા પાસે ઝાડ કપાય ગયા બાદ રૂપિયા આવ્યા હોવાની જાણ દીકરાને થઈ હતી.
વધુમાં વાત કરીએ તો પુત્રએ નવું ઘર બનાવવા માટે પિતા પાસે રૂપિયાની માગણી કરવા માટે આવી પહોંચ્યો હતો. આ દરમિયાન પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થવાને કારણે ઉશ્કેરાયેલા પિતાએ કુહાડીના ઘા દીકરા પર ઝીંકી દીધા હતા. જેને કારણે પિતાના હાથે જ પોતાના દીકરાની હત્યા થઈ હતી.
સમગ્ર ઘટનાની જાણ અગ્રણીઓને થતાં તાત્કાલિક 108 અને પારડી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે પિતાને 108ના માધ્યમથી સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.