અમદાવાદમાં બે બાળકના પિતાએ સગીર પ્રેમિકા સાથે શારીરિક સંબંધો કરી હત્યા અને લાશને ઝાડીમાં ફેંકી થયો ફરાર

અમદાવાદમાં બે સંતાનોના પિતાએ સગીર પ્રેમિકા સાથે સેક્સ કર્યા બાદ તેને ઝેરી પીવડાવી હત્યા કરી છે. આરોપીએ હત્યા બાદ લાશ ઝાડી ફેંકી હતી. રખિયાલ પોલીસે થોડાક જ કલાકોમાં આરોપી દિલીપ ઠાકોરની ધરપકડ કરી લીધી હતી. પરણિત પ્રેમી સગીર પ્રેમિકાનું અપહરણ કરીને ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં યુવકે સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ સગીરાએ લગ્નની વાત કરી ત્યારે આરોપીએ તેની હત્યા કરી નાખી હતી. પ્રેમિકાની લાશ તેને ઓઢવ રિંગ રોડ પર ફેકીને ભાગી ગયો હતો.

રખિયાલ પોલીસ સ્ટેશનના પી.આઇ. જે. વી રાઠોડે જણાવ્યું હતું કે, આરોપી અને મૃતક વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આરોપી સગીરાનું અપહરણ કર્યું હતું. અપહરણનો ગુનો નોંધાયો તેના થોડાક જ કલાકોમાં આરોપીની ધડપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં 15 વર્ષની સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. દસક્રોઈ તાલુકાના હુકા ગામમાં રહેતા દિલીપ ઠાકોરને સગીરા સાથે પ્રેમ થયો હતો. સગીરાના લગ્ન નક્કી થવાથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપી દિલીપે પહેલેથી જ જંતુનાશક દવા ખરીદી હતી. સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધીને પછી ઝેરી દવા પીવડાવીને તેની હત્યા કરી હતી ત્યારબાદ લાશને ઓઢવ રિંગ રોડ પર ઝાડીઓમાં ફેંકી ઘરે જતો રહ્યો હતો.

ત્યારે દીકરી ગુમ થતા માતા-પિતા ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં ગયા હતા. રખિયાલ પીઆઇ જે.વી.રાઠોડે તાત્કાલિક છોકરીની તપાસ શરૂ કરી હતી. જેમાં હુકા ગામના દિલીપ ઠાકોર સાથે પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું હતું. તેથી તેની ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. દિલીપની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, તે પરણિત હતો અને તેને બે બાળકો હોવાથી તે આ સગીરાને અપનાવી શકે તેમ ન હતો, જેથી તેણીની હત્યા કરી નાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *