સુરતમાં માત્ર ૧૦ સેકન્ડમાં ATMમાંથી લાખોની રકમ ચોરનાર નીકળ્યો આ ઇસમ- પોલીસ પણ ચોંકી ઉઠી

થોડા દિવસ અગાઉ અડાજણના આઇસીઆઇસીઆઇ બેન્કના એટીએમમાંથી ૨૪ લાખની ચોરી થઈ હતી. જેમાં એક વ્યક્તિ છત્રી અને રેઇનકોટ પહેરી આવ્યો હતો અને એટીએમ મશીનને તોડ્યા વગર તેમાંથી 24 લાખ રૂપિયા કાઢી રફૂચક્કર થઈ ગયો હતો.

થોડા દિવસોમાં જ સુરત પોલીસે આ કેસને ઉકેલી કાઢયો છે. આ ચોરી કરનાર બીજું કોઈ નહીં પરંતુ એટીએમમાં પૈસા નાખવા માટે આવતી વાનનો સિક્યુરિટી ગાર્ડ ભરત પટેલ જ હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે ભરત પટેલ નામના આ સિક્યુરિટી ગાર્ડને દેવગઢ બારિયા ગામમાંથી ૨૪ લાખની રકમ સાથે ઝડપી પાડયો હતો. છ મહિનાથી તે કેશ વાનની સુરક્ષામાં હતો.

એક વખત તે રૂપિયા નાખતી વખતે તેનો પાસવર્ડ જાણી ગયો હતો. ત્યારબાદ તેણે છત્રી અને રેઇનકોટની આડમાં જઈ એટીએમ માંથી એટીએમ મશીન ખોલી 24 લાખ રૂપિયાની ચોરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *