ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈમાંથી તાપી નદીમાં 70 હજાર ક્યુસેક પાણી છોડાયું, સુરતમાં એલર્ટ

ઉકાઇ ડેમના બ્લાઇન્ડ કેચમેન્ટ બાદ હવે સતાધીશોને હથનુર ડેમના કેચમેન્ટના વરસાદે સાવધાન કરી દીધા છે. 24 કલાકમાં હથનુર ડેમમાં દેમાર વરસાદથી 24 દરવાજા ખોલીને 1.67…

ઉકાઇ ડેમના બ્લાઇન્ડ કેચમેન્ટ બાદ હવે સતાધીશોને હથનુર ડેમના કેચમેન્ટના વરસાદે સાવધાન કરી દીધા છે. 24 કલાકમાં હથનુર ડેમમાં દેમાર વરસાદથી 24 દરવાજા ખોલીને 1.67 લાખ કયુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે,જેમાં પગલે ગતરોજ સાંજથી 6 ગેટ પાંચ ફુટ ખોલીને ઉકાઇ ડેમમાંથી 88,631 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરત વહીવટીતંત્ર પણ એલર્ટ થઇ ગયું છે.

ઉકાઇ ડેમની સ્થિતિ માંડ સામાન્ય પડીને હજુ તો બે જ દિવસ થયા છે અને આ વખતે બ્લાઇન્ડ કેચમેન્ટના બદલે ઉપરવાસમાં અને તેમાં પણ હથનુર ડેમના ઉપરવાસમાં 5 ઇંચ, ચીખલધરામાં 3 ઇંચ, કરનખેડા, દેડતલાઇમાં 1 ઇંચ સહિત કેચમેન્ટમાં 24 કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદી પાણી પડતા ફરીથી ડેમના દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઉભી થઇ હતી.

આ વરસાદના કારણે હથનુર ડેમમાંથી 1.67 લાખ કયુસેક પાણી છોડવાની શરૂઆત કરી હતી. આ પાણી ઉકાઇ ડેમમાં 24 થી 36 કલાકની વચ્ચે આવનારૂ હોવાથી ઉકાઇ ડેમના સતાધીશોએ ડેમના દરવાજા બીજી વાર ખોલવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા બે દિવસથી દરવાજા બંધ કરીને સપાટી ઉપર લેતા આજે ડેમના રૂલ લેવલ 335 ફૂટને પાર કરીને સપાટી 335.64 ફૂટે પહોંચી હતી. આમ રૂલ લેવલને સપાટી પાર કરી ગઇ હોવાથી હથનુર ડેમમાંથી છોડાયેલુ પાણી આવે તે પહેલા જ ડેમ ખાલી કરવાની શરૂઆત કરી હતી.

ગઈકાલથી ફરી ઉકાઇ ડેમના દરવાજા ખોલીને 88,631 કયુસેક પાણી છોડવાની શરૂઆત થઇ હતી. સંભવત મોડી રાત્રે 12 વાગ્યે આ પાણી છોડવાનુ વધારીને 90,000 કયુસેક કરી દેવાઇ તેવી શક્યતા પણ હતી મોડી સાંજે સાત વાગ્યે ઉકાઇ ડેમની સપાટી ઘટીને 335.19 ફૂટ, ઇનફલો 54,000 અને આઉટફલો 70,000 કયુસેક નોંધાયો હતો. ઉકાઇ ડેમનું રૂલ લેવલ 335 ફૂટ અને ભયજનક લેવલ 345 ફૂટ છે.

આમ હાલમાં સુરત સ્થિત તાપી નદી બે કાઠે વહી રહી છે. તેમાં ફરી આ નવુ પાણી ઉમેરાવાનું હોવાથી સુરતનું વહીવટીતંત્ર એલર્ટ થયુ છે. જોકે સવાર થતા આ સપાટી 335.64 મીટર  એ પોંહચી હતી તેની સામે 1.67  આવક સામે 88 હજાર કયુસેક પાણી હાલ ઉકાઉ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને સ્ટેટ પાણી છોડવામાં આવશે તો તબક્કાવાર તાપી નદીમાં છોડવામાં આવતું પાણી વધારવામાં આવે તેવી શક્યતા પણ રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *