રાજકોટ(Rajakot): અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટના સામે આવતી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના મવડીથી કણકોટ જતી બસમાં અચાનક જ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.
પરંતુ સિટી બસના ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ થતાં અટકી ગઈ છે. સિટી બસમાં બેઠેલા કર્મીઓ દ્રારા પાણીનો મારો ચલાવી સમયસર આગ પર કાબૂ મેળવ્યો હતો. સિટી બસના કર્મીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલાં વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બસના આગળના ભાગના એન્જિનમાં આગ લાગી હતી. એ સમયે સિટી બસના કર્મચારી દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,
પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં બસનો આખો આગળનો ભાગ સળગી ગયો છે. હાલ બસમાં આગ લાગવાને પગલે લાખોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ પહેલાં પણ એક બસ બળીને ભડથું થઈ ગઈ હતી. ગત તા.22 જાન્યુઆરી 2022ના રોજ ભક્તિનગર સર્કલ નજીક સિટી બસમાં શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.