ગુજરાતમાં આવો બ્લાસ્ટ ક્યાંય નહીં જોયો હોય, સ્થાનિકોએ કહ્યું 8થી વધુ લોકો મર્યા- તંત્રનું મૌન

ગુજરાત(Gujarat): રાજ્યમાં પંચમહાલ(Panchmahal)ના ઘોઘંબા(Ghoghamba)માં ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાય જવા પામ્યો છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 થી 10 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા છે  અને કેટલાય લોકો ઘાયલ થયા છે જેમા બાદ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જીએફલ કંપનીમાં બ્લાસ્ટ(Blast in the GFL company) મામલે જિલ્લા કલેક્ટર દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) પણ ઘટના અંગે ટેલિફોનિક વાતચીત કરીને જાણકારી મેળવી હતી. ઘોઘંબાના જીએફલ કંપનીમાં ફાટી નીકળેલી આગ હાલ કાબૂમાં આવી ગઈ છે પરતું ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીએફલમાં બ્લાસ્ટ થયા બાદ પણ કંપનીમાં ગેસ લીકેજ થયો નથી જે રાહતના સમાચાર કહી શકાય.

સ્થાનિકોએ કહ્યું 8થી વધુ લોકો મર્યા:
સ્થાનિકોના કહેવા અનુસાર ઓછામાં ઓછા આઠથી દસ લોકોના મોત થયા છે પરંતુ આ બાબતે હજુ તંત્રે મૌન સેવ્યું છે, નજરે જોનારાઓએ ત્રિશુલ ન્યુઝ સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફેકટરીના સંચાલકો આગ લાગતાની સાથે ભાગી ગયા હતા અને ફેકટરીના પતરા એટલા ઉંચે ઉડ્યા હતા કે અમુક પતરા તો 3 થી 4 મિનીટ સુધી હવામાં રહેવા પામ્યા હતા.

કલેક્ટર દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા માટે કરી છે અપીલ:
જિલ્લા કલેક્ટરે લોકોને આ ઘટના અંગેની તમામ અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. સોલવન્ટ સહિતના કેમિકલનો ખૂબ જ મોટી માત્રામાં જથ્થો રાખવામાં આવ્યો હોવાને કારણે બ્લાસ્ટ થયો હોવાનું પ્રથમ અનુમાન લગાવવામાં આવ્યું છે. જોકે આ સમગ્ર મામલે પોલીસ હવે અકસ્માતનો ગુનો દાખલ કરીને કલમ 174 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે ઘોઘંબામાં ગુજરાત ફ્લોરો કંપનીમાં મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થવાને કારણે કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. જ્યારે સ્થાનિકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો.

ઘટનામાં અત્યાર સુધીમાં 8 થી 10 લોકોના મોત, કેટલાય લોકો ઇજાગ્રસ્ત:
કંપનીના GPP 1 પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. જે બાદ વિકરાળ આગ ફાટી નીકળી હતી જો કે ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ, એમ્બ્યૂલન્સ અને પોલીનો કાફલો તાત્કાલિક પણે ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જ્યારે તમામ ઘાયલોને હાલોલ હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભયંકર વિસ્ફોટ બાદ નજીકના રહેંણાક વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, તેનો અવાજ દૂર-દુર સુધી સંભળાયો હતો. જેના લીધે આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ છવાયો જવા પામ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *