સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની તેમજ આગ લાગી હોવાની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. ઘણીવાર તો ફેક્ટરીમાં અથવા તો ગોડાઉનમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠતી હોય છે.
જેને કારણે અનેક લોકો જીવતા ભડથું થઈ જતાં હોય છે ત્યારે રાજ્યમાં આવેલ ભાવનગર જીલ્લામાંથી આવી જ એક ઘટનાને લઈ સમાચાર સમાચાર સામે આવી રહ્યાં છે. શહેરમાં આવેલ સિંધુનગર વિસ્તારનાં મકાનમાં આગ લાગી હોવાંની ઘટના સામે આવી રહી છે.
સવારમાં અચાનક ભભૂકી ઉઠેલ આગમાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણવા માટેનાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
ઘરવખરી બળીને ખાખ થઇ :
મળી રહેલ જાણકારી પ્રમાણે, શહેરમાં સતત બીજા દિવસે આગની ઘટના સામે આવી રહી છે. સિંધુનગરનાં દેવુમાંના મંદિર નજીક આવેલ મકાનમાં અચાનક આગ લાગી હતી. આગના બનાવથી સ્થાનિક લોકોમાં હોબાળો મચી ગયો હતો. આની સાથે જ સતર્કતા દાખવીને ઘટનાની ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી.
ફાયરવિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ લાગી હોવાને લીધે TV, પલંગ, ગાદલાં સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આની સાથે કોઈ જાનહાની ન થતાં લોકોમાં શાંતિનો માહોલ જોવા મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle