મોરબીના આ બેરોજગાર યુવાને એવું તો શું કર્યું કે, પોલીસની પણ ઊંઘ ઉડી ગઈ -સમગ્ર ઘટના જાણીને…

રાજ્યમાંથી અવારનવાર વિચિત્ર ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. મોરબીના વાંકાનેરમાં આવેલ સરતાનપર રોડ પર…

રાજ્યમાંથી અવારનવાર વિચિત્ર ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. મોરબીના વાંકાનેરમાં આવેલ સરતાનપર રોડ પર એક સિરામિકનું એકમ આવેલું છે. આ એકમની અંદર 2 દિવસ અગાઉ એક બોમ્બ જેવી કોઈ શંકાસ્પદ વસ્તુ મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી આવી હતી.

જેથી પોલીસ દ્વારા આ વસ્તુ કોણ અને ક્યા કારણોસર મૂકી ગયું છે? આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ બનાવનાર ઇસમની ધરપડક કરવા માટે કુલ 7 ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ દ્વારા 36 કલાકની તપાસ કરીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારપછી પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આ ઇસમ મૂળ મધ્યપ્રદેશનો છે તેમજ તેને સાઉથની ફિલ્મ જોઈને શંકાસ્પદ બોમ્બ જેવી વસ્તુ બનાવી હતી. મળી રહેલ જાણકારી પ્રમાણે વાંકાનેરમાં સરતાનપર રોડ પર આવેલ સેંટમેક્સ સીરામીકમાં કુલ 2 દિવસ અગાઉ કર્મચારીઓને કોઈ બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી.

જેથી કામદારોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ વસ્તુ કોઈ બોમ્બ નહીં પરંતુ માત્ર કે સર્કીટ છે. પોલીસને જે સર્કીટ મળી આવી હતી જેથી પાછળ 2 બેટરી પણ લગાવવામાં આવી છે.

આ વસ્તુ કોણ મૂકી ગયું છે તેને જાણવા માટે પોલીસે આજુબાજુના વિસ્તારમાં લાગેલ CCTV કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે 36 કલાકની મહેનત કરી હતી. આરોપીને પકડવા માટે પોલીસે કુલ 7 જેટલી ટીમ તૈયાર કરી હતી.

તપાસ કરતાં સામે આવ્યું હતું કે, આ કામ ભોપાલના બેગમગંજ તાલુકામાં આવેલા જીતેન લોધીનું છે. જેથી પોલીસ દ્વારા જીતેનની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પૂછપરછ કરતાં સામે આવ્યું કે, જીતેન કોઈ કામ ધંધો કરતો ન હોવાંથી તેને કોઈ પૈસા આપતું ન હતું.

પૈસા અલેને વતન જવા માટે તેને બોમ્બ જેવી વસ્તુ બનાવવાનો વિચાર કર્યો હતો. ત્યારપછી તેને દુકાનમાંથી 2 ઘડિયાળ, માર્કર, 2 બેટરી તથા રેતીથી ભરેલા રોલનો ઉપયોગ કરીને એક બોમ્બ જેવી વસ્તુ બનાવવામાં આવી હતી. ત્યારપછી આ વસ્તુ પર સેટમેક્સ કંપનીનું નામ લખવામાં આવ્યું હતું.

ત્યારપછી આ વ્યક્તિએ વસ્તુને કંપનીના શેઠને આપવા માટે સિક્યોરિટી ગાર્ડને કહ્યું હતું. સિક્યોરિટી ગાર્ડને લીધે આ વસ્તુ કંપનીની અંદર પહોંચી ગઈ હતી. પોલીસને જીતેનની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેને વતનમાં જવું હતું પરંતુ તેની પાસે પૈસા ન હોવાને લીધે પૈસા મેળવવા માટે આ કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *