ગુજરાત રાજ્યમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવી રહે છે. ત્યારે આજરોજ વધુ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ કાસાનગરમાં લાકડાના ગોડાઉન માં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ વિસ્તારમાં આગના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેને કારણે નાસભાગ થવા લાગી હતી.
સુરત શહેરના કતારગામ કાસાનગર વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જોકે, ગોડાઉનના માલની સાથે કેટલાક વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા.
લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા બાજુના ઘરો ખાલી કરાવવામાં આવ્યા હતા. આગ લાગતાની સાથે જ ઘટના સ્થળ ઉપર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. ત્યાર બાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. 9 ફાયર ફાયટર ની મદદ લેવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, લાકડાના ગોડાઉનમાં સૉર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કતારગામ કાસાનગર વિસ્તારના લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં નાસભાગનો માહોલ સર્જાયો હતો. આસપાસમાં રહેલા ઘરો ખાલી કરાવવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા 9 ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગમાં વાહનો પણ ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, સમગ્ર ગોડાઉનમાં માલ બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગને શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle